લગભગ દરેક વ્યક્તિ કમરના દુખાવાથી પરેશાન છે. ખરાબ પોશ્ચરને કારણે આ સમસ્યા થઈ શકે છે. ઘણી વાર આખી રાત ઊંઘ્યા પછી પણ સવારે પીઠમાં સખત દુખાવો થાય છે. ઉઠ્યા પછી ચાલો ત્યારે કમરનો દુખાવો ઓછો થાય છે. ઘણી વાર આખો દિવસ સામાન્ય દુખાવો રહે છે.
ઉઠ્યા પછી કમરનો દુખાવો થવાના ઘણા કારણો હોઈ શકે છે.
સવારે ઉઠ્યા પછી કમરનો દુખાવો શા માટે થાય છે?
સવારે ઉઠ્યા પછી કમરમાં ખૂબ જ દુખાવો થાય તો તે નજરઅંદાજ ના કરવો જોઈએ. સામાન્ય રીતે આપણે સૂતા હોઈએ ત્યારે કમરને આરામ મળે છે, તેથી દુખાવો ના થવો જોઈએ નહીં. જે લોકોના સ્નાયુઓ નબળા હોય તેમને કમરનો દુખાવો થઈ શકે છે. એક ખાસ પ્રકારનો સંધિવા એન્કાયલોઝિંગ સ્પોન્ડિલિટિસ પણ કમરના દુખાવાનું કારણ બની શકે છે. ડિસ્ક અથવા કનાલ સ્ટેનોસિસની પ્રોબ્લેમ હોય તો પીઠનો દુખાવો થાય છે,જેના કારણે સવારે કમરનો દુખાવો તઈ શકે છે.
આ લક્ષણો દેખાય, તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી
- સવારે ઉઠ્યા પછી કમરનો દુખાવો થાય, તો 5 મિનિટ પછી આ દુખાવો દૂર થઈ જાય છે.
- શરીર અને સ્નાયુઓની નબળાઈને કારણે આ દુખાવો થઈ શકે છે.
- સવારે પીઠનો દુખાવો તથા અન્ય સાંધાઓમાં દુખાવો તથા સોજો હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
- સવારે ઉઠ્યા પછી, શરીરને ગરમી ના મળે તો કમરનો દુખાવો થાય છે.
- જો કોઈ ઈન્ફેક્શન, ડિસ્કનો પ્રોબ્લેમ અથવા સંધિવા હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
- કમરનો દુખાવો કમરથી પગ તરફ જતો હોય તો પગની નસ પર દબાણ આવી રહ્યું છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)