હિંદુ ધર્મમાં જ્યારે કોઇનું મૃત્યું થાય છે, ત્યારે કેટલીક ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. ગરૂડ પુરાણમાં મૃત્યું સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ છે. તમે ઘણીવાર જોયું હશે કે મૃત્યુ પછી મૃતકના મોંમાં તુલસી અને ગંગાજળ નાખવામાં આવે છે, આ સાથે જ મૃતકના કાનમાં રામ રામ કહેવાની પણ પરંપરા છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે?
મૃતકના મોઢામાં ગંગાજળ શા માટે નાખીએ છીએ?
હિંદુ ધર્મમાં જન્મથી મૃત્યુ સુધી વ્યક્તિના જીવનના દરેક વળાંક માટે અમુક સંસ્કાર, પ્રથા અથવા ધાર્મિક વિધિઓ છે. હજારો વર્ષોથી ચાલી આવતી આ પ્રથાઓ અને સંસ્કારો પાછળ અલગ-અલગ કારણ છે. તેવી જ રીતે વ્યક્તિના મૃત્યુ પછી, એક ધાર્મિક વિધિ કરવામાં આવે છે, જેને અંતિમ સંસ્કાર કહેવામાં આવે છે. આ ધાર્મિક વિધિ અંતર્ગત એક પરંપરા છે જે મુજબ મૃત વ્યક્તિના મોંમાં તુલસીના પાન અને ગંગાજળ નાખવામાં આવે છે.
ગંગા જળને માનવામાં આવે છે પવિત્ર
જોકે એવું કહેવાય છે કે જ્યારે મૃત્યુ પછી આત્મા યમરાજ પાસે જાય છે ત્યારે તેને તેના કર્મો પ્રમાણે યાતનાઓ ભોગવવી પડે છે, તેથી જ્યારે મૃત વ્યક્તિના મોંમાં તુલસી દળ મૂકવામાં આવે છે, ત્યારે યમદૂતો સામાન્ય કરતાં ઓછો ત્રાસ આપે છે. હિંદુ ધર્મમાં ગંગા જળને પવિત્ર માનવામાં આવે છે અને ગંગા જળને અમૃત સમાન માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ ગંગાના જળમાં સ્નાન કરે છે તેના તમામ પાપ ધોવાઈ જાય છે, તેથી જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના મોંમાં ગંગા જળ નાખવામાં આવે છે જેથી તેને તેના પાપોમાંથી મુક્તિ મળે.
બીજી માન્યતા અનુસાર મૃત વ્યક્તિના મોંમાં તુલસી અને ગંગાજળ નાખવામાં આવે છે કારણ કે જ્યારે કોઈ વ્યક્તિનું પ્રાણ શરીર છોડી દે છે ત્યારે તેને ઘણું દુઃખ સહન કરવું પડે છે, તેથી જ્યારે તુલસી અને ગંગા જળ તેના મોંમાં નાખવામાં આવે છે, તો તેના પ્રાણ નિકળવામાં વધુ કષ્ટ ન થાય.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)