દુનિયાભરમાં 25 ડિસેમ્બર ક્રિસમસ ઉજવવામાં આવે છે પરંતુ ભારતમાં મોટાભાગના લોકો આ દિવસને તુલસી પૂજન દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તુલસીની વિધિવત પૂજા કરવાની હોય છે. હિન્દુ ધર્મમાં તુલસી પૂજનનું વિશેષ મહત્વ છે. સનાતન ધર્મમાં તુલસીને માતા લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. કહેવાય છે કે ઘરમાં તુલસીનો છોડ રાખી રોજ તેની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને માતા લક્ષ્મીનો વાસ હંમેશા ઘરમાં રહે છે.
તુલસી પૂજાની વિધિ
તુલસી દિવસ એટલે કે 25 ડિસેમ્બરે સવારે વહેલા જાગી સ્નાન કરી લેવું અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યાર પછી તુલસીના છોડને જળ અર્પણ કરો. ત્યાર પછી તુલસીને લાલ ચુંદડી ચઢાવો અને પછી સિંદૂર ચઢાવો. તુલસીના છોડ પાસે બેસીને તુલસી કથા વાંચો અને તેમને મીઠાઈ ધરાવવો. સાંજે તુલસી પાસે ઘીનો દીવો કરો અને મંત્ર જાપ કરો.
આ રીતે રોજ સવારે જલ્દી જાગી જવું અને તુલસીને જળ અર્પણ કરી તેની પૂજા કરવી. ત્યાર પછી સાંજના સમયે તુલસી સામે ઘીનો દીવો કરવો. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને માતા લક્ષ્મીનો વાસ થાય છે. જો કે ધ્યાનમાં રાખવું કે રવિવારે અને એકાદશીની તિથિ હોય ત્યારે તુલસીને જળ અર્પણ ન કરવું. આ દિવસે માતા તુલસી ભગવાન માટે નિર્જળા વ્રત કરે છે. તેમને જળ અર્પણ કરવાથી તેમનું વ્રત તુટી જાય છે.
તુલસી નામાષ્ટક
તુલસી પૂજાના દિવસે તુલસીજીની પૂજા કરો ત્યાર પછી આ નામાષ્ટકનો પાઠ કરવો. આ રીતે તુલસી પૂજા કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી પાસ થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ સાથે ધનનું આગમન પણ થશે
वृंदा,वृन्दावनी,विश्वपुजिता,विश्वपावनी |
पुष्पसारा,नंदिनी च तुलसी,कृष्णजीवनी ||
एत नाम अष्टकं चैव स्त्रोत्र नामार्थ संयुतम |
य:पठेत तां सम्पूज्य सोभवमेघ फलं लभेत ||
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)