દરેક ઘરની અંદર મીઠા લીમડાના પાનનો ઉપયોગ રસોઈ માટે કરવામાં આવે છે. તેના ઉપયોગથી રસોઈ સ્વાદિષ્ટ બને છે. મીઠા લીમડાના પાનમાં મિનરલ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઇડ્રેટ, આયર્ન અને વિટામિન જેવા પોષક તત્વો હોય છે. મીઠા લીમડાના પાનનાં સેવનથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે.
જેમકે ત્વચા, વાળ, પેટની સમસ્યા અને મોઢામાં થતાં છાલા માટે મીઠા લીમડાના પાન અસરકારક છે. ઘણી વાર મોઢામાં છાલા પડે છે. જેના કારણે ખાવામાં સમસ્યા થાય છે. આ સમયે મીઠા લીમડાના પાનનાં સેવનથી રાહત મળે છે.
મોઢામાં છાલા
મોઢામાં થયેલા છાલાથી રાહત મેળવવા માટે 10-12 મીઠા લીમડાના પાન સાફ કરી લો. હવે એક કઢાઈમાં પાણી સાથે આ પાનને ઉકળવા માટે રાખી દો. જયાં સુધી પાણી અડધું ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દો. એક કપડાંની મદદથી પાણીને ગાળી લો. હવે તમારે દર 2-2 મિનિટે એક-એક ઘૂટડો પાણીનો ભરીને કોગળા કરવાનાં છે. 2 થી 3 દિવસ દરરોજ 1-2 વાર આ પ્રક્રિયા કરવાથી રાહત મળશે.
મોઢામાં છાલા પડવાના કારણો
દાંતની ઇજાનાં કારણે મોઢાની અંદર છાલા થઈ શકે છે.
ફન્ગલ ઇન્ફેકશનનાં કારણે મોઢામાં છાલા થઈ શકે.
અન્ય કોઈ ખાવાની એલર્જીનાં કારણે પણ મોઢામાં છાલા થઈ શકે.
વિટામિનની ઉણપનાં કારણે પણ મોઢાની અંદર છાલા થઈ શકે છે.
પેટ સાફ ન થવાનાં કારણે અથવા વધુ પડતા મસાલાવાળો ખોરાક ખાવાનાં કારણે પણ મોઢામાં છાલા થઈ શકે છે.
દાંતની સાફ સફાઇ ન થવાનાં કારણે પણ મોઢામાં છાલા થઈ શકે છે.
મીઠા લીમડાના પાનથી સ્વાસ્થ્યને થતાં ફાયદાઓ
બ્લડ પ્રેશર ઘટાડવામાં અસરકારક
શરીરનાં ઘાને જલ્દીથી રુજવવામાં મદદરૂપ
શરીરમાં સોજો ઓછો કરવામાં ફાયદાકારક
વજન ઘટાડવા માટે ફાયદાકારક
ડાયાબિટીસને નિયંત્રિત કરે
પાચન તંત્રને સ્વસ્થ રાખે
હ્રદયને સ્વસ્થ રાખે
ત્વચા માટે મીઠા લીમડાના પાનનાં ફાયદા
ત્વચાનાં ખીલ દૂર કરે
ત્વચાનાં ચેપથી બચાવે
ત્વચા પરથી ડાઘ દૂર કરે
શુષ્ક ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે
ત્વચાની ચમક વધારે
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)