fbpx
Saturday, January 11, 2025

જાણો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર ભગવાન દત્તાત્રેયના જન્મની કથા

ભગવાન દત્તાત્રેયને ત્રણેય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અંશ માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયને ગુરુ અને ભગવાન બંનેનું બિરુદ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન દત્તાત્રેયની પૂજા કરવાથી ત્રણેય દેવતાઓ, ભગવાન શિવ, બ્રહ્મા અને વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ત્રણેય દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.

દર વર્ષે માર્ગશીર્ષ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવતી દત્તાત્રેય જયંતિના દિવસે દત્તાત્રેયજીની કથા વાંચવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

ભગવાન દત્તાત્રેયની જન્મકથા

નારદજી એકવાર દેવલોકમાં પહોંચ્યા અને ત્રણેય દેવીઓ (સરસ્વતી, લક્ષ્‍મી અને પાર્વતી) પાસે એક પછી એક ગયા અને કહ્યું- ઋષિ અત્રિના પત્ની અનસૂયાની સામે તમારી પવિત્રતા નજીવી છે. ત્રણે દેવીઓએ આ વાત દેવર્ષિ નારદને તેમના સ્વામી – વિષ્ણુ, મહેશ અને બ્રહ્માને કહી અને તેમને અનસૂયાની તેમના પતિ પ્રત્યેની ભક્તિની કસોટી કરવા કહ્યું.

દેવતાઓએ ઘણું સમજાવ્યું પણ તેઓ એ દેવીઓની જીદ સામે ટકી શક્યા નહીં. આખરે સાધુવેશ ત્રણેય દેવો અત્રિમુનિના આશ્રમમાં પહોંચ્યા. મહર્ષિ અત્રિ તે સમયે આશ્રમમાં ન હતા. મહેમાનોને આવતા જોઈને દેવી અનસૂયાએ તેમને નમસ્કાર કર્યા અને અર્ઘ્ય, કંદમુળ ફળ વગેરે અર્પણ કર્યા, પરંતુ તેઓએ કહ્યું – જ્યાં સુધી તમે અમને તમારા ખોળામાં બેસાડીને ખવડાવશો નહીં ત્યાં સુધી અમે આતિથ્ય સ્વીકારીશું નહીં.

આ સાંભળીને દેવી અનસૂયા શરૂઆતમાં અવાચક થઈ ગઈ, પરંતુ આતિથ્યના ધર્મ ન ચુકાઇ તે માટે તેમણે. પોતાના પતિનું ધ્યાન કર્યું, તો તેમને જાણવા મળ્યુ કે તે ત્રણ સાધુવેશમા ત્રણ દેવ છે.ત્યાર બાદ અનસુયાએ સ્મરણ કર્યું કે જો મારો પતિવ્રતા ધર્મ સાચો હોય તો આ ત્રણેય દેવ 6 માસના બાળકો બની જાય, અને એમ જ બન્યું, ત્રણે દેવ નાના બાળક બની ગયા અને અનસૂયાએ તેમને સ્તનપાન કરાવ્યું અને પારણામાં સુવડાવ્યા.

દેવલોકમાં પતિના રાહ જોતા ત્રણેય દેવીઓ વ્યાકુળ થઇ ગઇ, અંતે ત્રણેય દેવી અનસુયા પાસે આવે છે પોતાના પતિઓને બાળક બનેલા જુએ છે અને માફી માંગે છે, બાદમાં અનસુયા તેમની વાત સ્વીકારી દેવોને મુળ સ્વરૂપમાં લાવે છે. ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ અનુસૂયાને વરદાન આપ્યું હતું કે તેઓ તેમના ગર્ભમાંથી દત્તાત્રેયના રૂપમાં જન્મ લેશે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles