કિડનીમાં પથરીની સમસ્યા આજકાલ ઘણા લોકોમાં જોવા મળે છે. ક્યારેક વધુ પડતો દુખાવો પણ પથરીનો અસહ્ય બની જતો હોય છે. જો કે હવે કિડનીમાં પથરી થઇ હોય તો સારવાર પણ સરળ થઇ ગઇ છે. શું તમને વારેઘડી પથરી થાય છે તો તેના માટે ઓછું પાણી પીવાની આદત અને વધારે મસાલાવાળું ભોજન જવાબદાર હોઈ શકે છે.
જેના કારણે દુઃખાવો પણ થાય છે. જો આ બિમારી લાંબા સમય સુધી રહે તો કિડની પર જોખમ રહે છે. પથરી હોય તો તમારે આ વસ્તુઓ ના ખાવી જોઈએ.
- પથરી ના થાય તે માટે આ વસ્તુઓનું સેવન ના કરવું પાલકમાં ઓક્સેલિક એસિડ હોય છે.
- પથરી ના થાય તે માટે પાલક ના ખાવી જોઈએ.
- લીલી ડુંગળી ખાવાથી પણ પથરી થવાનું જોખમ રહે છે. જેથી લીલી ડુંગળીનું સેવન ના કરવું જોઈએ.
- પથરીથી બચવા માંગો છો, તો લાલ મટનનું ભૂલથી પણ સેવન ના કરવું જોઈએ.
- મીઠી વસ્તુઓના કારણે પણ પથરી થવાનું જોખમ રહે છે.
- કેફીનનું સીમિત માત્રામાં સેવન કરવું.
- દૂધ, પનીર તથા અન્ય વસ્તુઓને કારણે પથરી થાય છે.
- દાળનું વધુ માત્રામાં સેવન કરવાથી પણ પથરી થઈ શકે છે.
- ડ્રાય ફ્રુટનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી પથરી થવાનું જોખમ રહે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)