fbpx
Saturday, January 11, 2025

ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામને આ શ્રાપ મળ્યો હતો, તે સાથે જ યુગ બદલાઈ ગયો હતો

ત્રેતાયુગથી લઈને દ્વાપર સુધી શ્રાપ મળે તો વ્યક્તિએ ખરાબ પરિણામો ભોગવવા પડતા હતા. શ્રાપ એક પ્રકારથી કોઈને પણ દુખ પહોંચાડવા કે આત્મા દુખે ત્યારે તે વ્યક્તિ દ્વારા પરેશાન કરનારને મળતો હતો. શ્રાપના  કારણએ જ તમામ દેવતાઓએ તેની અસર ભોગવવી પડતી હતી. બરાબર એ જ રીતે ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામને શ્રાપ મળ્યો હતો. આ શ્રાપ તેમને વનવાસ દરમિયાન મળ્યો હતો. જે પ્રકારે ભગવાન રામને મળેલો વનવાસ રાજા દશરથને મળેલા શ્રાપનું સ્વરૂપ હતું. રાજા દશરથને શ્રાપ મળ્યો હતો કે તેમનું નિધન પુત્ર વિયોગમાં થશે. આ શ્રાપ સાચો ઠર્યો. પંરતુ મર્યાદા પુરુષોત્તમ રામે તો ક્યારેય કોઈને દુખ પહોંચાડ્યું નહતું. તેઓ તો બધી બાબતે શ્રેષ્ઠ હતા. આમ છતાં તેમને પણ શ્રાપ મળ્યો હતો. આ શ્રાપ સાચો થતા જ દ્વાપરથી કળિયુગની શરૂયાત થઈ ગઈ હતી. આખરે શ્રી રામને કોણે અને શું શ્રાપ આપ્યો હતો?

વનવાસ દરમિયાન મળ્યો હતો શ્રાપ
વાત જાણે એમ છે કે ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામને શ્રાપ કિષ્કિન્ધાકાંડ દરમિયાન મળ્યો હતો. આ રામાયણનો એ હિસ્સો છે જેમાં ભગવાન શ્રીરામની મુલાકાત તેમના પરમભક્ત હનુમાનજી સાથે  થઈ હતી. અહીં જ શ્રીરામને સુગ્રીવ મળ્યા હતા. જેમણે શ્રી રામને તેમના મોટાભાઈ બાલીના અત્યાચારોથી તેમને માહિતગાર કર્યા હતા. સુગ્રીવે ભગવાન પાસે મદદ માંગી હતી. આ દરમિયાન શ્રીરામે બાલી સામે સુગ્રીવને મોકલ્યો અને છૂપાઈને બાલી પર બાણ ચલાવ્યું. જેના કારણે તેનું મોત થયું હતું. 

બાલી જ્યારે મૃત્યુ શૈયા પર તરફડી રહ્યો હતો ત્યારે તેણે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામને પૂછ્યું કે તમે છૂપાઈને વાર કેમ કર્યો તો તેના પર શ્રીરામે જવાબ આપ્યો કે આ પ્રદેશ અયોધ્યાના રાજ્યમાં આવે છે. અહીં અન્યાય કરનારાને દંડ આપવાનો અધિકાર રાજાને છે. તેમણે બાલીને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે તેઓ અયોધ્યાના રાજા ભરતના ભાઈ છે. શ્રીરામની આ વાતને બાલી તો માની ગયો પરંતુ તેની પત્ની તેનાથી ખુબ દુખી થઈ. તેનાથી પતિના મોતનું દુખ સહન થયું નહીં. 

બાલીની પત્નીએ આપ્યો શ્રાપ
પતિ બાલીના મૃત્યુથી પત્ની તારા ખુબ દુખી થઈ અને શ્રી રામને છૂપાઈને તીર ચલાવવાનું કારણ પૂછ્યું, શ્રીરામે જણાવવા છતાં તેને સંતોષ થયો નહીં. તેણે વિલાપ કરતા શ્રીરામને શ્રાપ આપ્યો કે જે પ્રકારે તમે મારા પતિના છૂપાઈને પ્રાણ હર્યા છે એ જ રીતે એક દિવસ તમારું પણ મૃત્યુ થશે. આવી જ રીતે કોઈ વ્યક્તિ છૂપાઈને તીર ચલાવશે અને તમારે મૃત્યુ પીડાનો સામનો કરવો પડશે. 

ફળીભૂત થયો શ્રાપ!
શ્રીરામે તારાના શ્રાપને સ્વીકાર્યો અને કહ્યું કે આ શ્રાપ આગલા જન્મમાં ફળીભૂત થશે. બીજા જન્મમાં શ્રીરામે દ્વાપરમાં શ્રી કૃષ્ણનો જન્મ લીધો. આ યુગમાં તમામ લીલાઓ રચ્યા બાદ એક દિવસ શ્રીકૃષ્ણ જંગલમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે એક ભીલે છૂપાઈને શ્રીકૃષ્ણ પર તીર ચલાવ્યું. આ તીર શ્રીકૃષ્ણને પગમાં વાગ્યું. આ રીતે બાલીની પત્નીનો શ્રાપ સાચો ઠર્યો. પૌરાણીક કથાઓમાં જણાવવામાં આવ્યું છે કે તીર ચલાવનાર ભીલ બાલીનો જ અવતાર હતો. જેણે આ પ્રકારે પોતાના મોતનો બદલો લીધો. શ્રીકૃષ્ના મોત બાદ જ યુગ બદલાયો અને કળિયુગ ચાલુ થઈ ગયો. આ રીતે  બાલીની પત્ની તારાનો શ્રાપ સાચો ઠરતા જ દ્વાપરથી કળિયુગ આવી ગયો. 

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles