fbpx
Friday, January 10, 2025

જાણો ક્યારે છે સફલા એકાદશી, આ રીતે કરવામાં આવે છે એકાદશીની પૂજા

નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં જ પ્રથમ એકાદશી આવી રહી છે. એકાદશીનું વિશેષ ધાર્મિક મહત્વ છે અને એવી માન્યતા છે કે એકાદશીનું વ્રત રાખનાર ભક્તોને પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.

પંચાંગ અનુસાર વર્ષમાં 24 એકાદશીઓ આવે છે અને દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે. સફલા એકાદશી વર્ષ 2024માં માગશર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવી રહી છે.

એવું માનવામાં આવે છે કે સફલા એકાદશી તેના નામની જેમ જ સફળ એકાદશી છે જે જીવનના તમામ કાર્યોને સફળ બનાવે છે. કહેવાય છે કે વર્ષો સુધી તપ કરવાથી જે ફળ મળે છે તે જ ફળ સફળા એકાદશીના ઉપવાસથી મળે છે. જાણો આ એકાદશીની તિથિ, શુભ સમય અને પૂજા કરવાની રીત વિશે.

સફલા એકાદશી ક્યારે છે? સફલા એકાદશી તારીખ 2024

વર્ષ 2024ની પ્રથમ એકાદશી 7 જાન્યુઆરી, રવિવારના રોજ આવી રહી છે. માગશર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 7 જાન્યુઆરીએ સવારે 12:41 વાગ્યે શરૂ થશે અને આ તિથિ બીજા દિવસે 8 જાન્યુઆરીએ સવારે 12:46 વાગ્યે સમાપ્ત થશે. આ સફલા એકાદશી થવા જઈ રહી છે. સફલા એકાદશીના દિવસે સવારે 7:15 થી 10:03 સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. આ યોગમાં એકાદશીની પૂજા કરી શકાય છે.

8 જાન્યુઆરી, સોમવારના રોજ સવારે 7:15 થી 9:20 વચ્ચે સફલા એકાદશી વ્રત તોડી શકાય છે.

સફલા એકાદશીની પૂજા

સફળા એકાદશીના દિવસે સવારે વહેલા જાગી જવું. આ પછી, વ્યક્તિ સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને તે પછી ભગવાનને ધૂપ, દીપ અને ફળ વગેરે અર્પણ કરવા. આ દિવસે પીળા રંગની વસ્તુઓનું વિશેષ મહત્વ હોય છે. પીળા વસ્ત્રો, પીળા ફળ, પીળા ફૂલ અને પીળા ભોજનને શુભ માનવામાં આવે છે.

એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને નારિયેળ, સોપારી, આમળા અને દાડમ અર્પણ કરી શકાય છે. આ ઉપરાંત એકાદશી પર શ્રી હરિના સ્તોત્ર ગાવા, કથા વાંચવા અને આરતી ગાવી ખૂબ જ શુભ છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles