આદુની અંદર એન્ટીઇન્ફ્લેમેન્ટ્રી ગુણ હોય છે. હળદરવાળા દૂધનું સેવન કરો. પીપરી અને મધનાં સેવનથી કફની સમસ્યામાંથી રાહત મળે
સ્ટીમ
ફેફસામાંથી કફને બહાર નિકાળવા માટે સ્ટીમ લો. સ્ટીમ લેવાથી કફની સમસ્યા ઓછી થઈ જાય છે.
આદુવાળી ચા
આદુની અંદર એન્ટીઇન્ફ્લેમેન્ટ્રી ગુણ હોય છે. છાતીમાં જમા થયેલ કફને નિકાળવા માટે આદુવાળી ચાનું સેવન કરો.
લવિંગ ચાવો
કફને બહાર નિકાળવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા એક લવિંગ ચાવો. લવિંગ ચાવવાથી કફની સમસ્યા ઓછી થાય છે.
મધ
કફની સમસ્યાથી રાહત મેળવવા માટે મધનું સેવન કરો. મધનું સેવન કફની સમસ્યા માટે અસરકારક હોય છે.
લસણ
લસણને મધની અંદર ડૂબાડીને ખાવાથી કફની સમસ્યામાંથી રાહત મળે છે.
હળદરવાળું દૂધ
કફની સમસ્યાથી રાહત મેળવવા માટે હળદરવાળા દૂધનું સેવન કરો. આ દૂધનાં નિયમિત સેવનથી કફ ઓછો થઈ જાય છે.
મીઠાવાળું પાણી
મીઠાવાળા પાણીનાં કોગળા કરવાથી કફની સમસ્યા દૂર થાય છે.
પીપરી
પીપરી અને મધનાં સેવનથી કફની સમસ્યામાંથી રાહત મળે છે. તેના સેવનથી છાતીમાં જમા થયેલ કફ બહાર નીકળે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)