નવા વર્ષને આવકારવા માટે લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે આવતા વર્ષમાં તેમના જીવનમાં વધુ સુખ આવે અને દેવી લક્ષ્મીની કૃપાથી જીવનમાં કોઈ પણ વસ્તુની કમી ન રહે. તેના માટે તમારે કેટલાક જ્યોતિષીય ઉપાયો કરવા આવશ્યક છે.
આવતીકાલથી વર્ષ 2024નું આગમન થશે. હાલ વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર ચાલી રહ્યો છે. નવા વર્ષને આવકારવા માટે લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોતાના સંપૂર્ણ નવા વર્ષને સુખ અને શાંતિથી ભરપૂર બનાવવા ઘણા લોકો ન્યૂ યર રીઝોલ્યૂશન્સ બનાવશે તો ઘણા લોકો નવું રૂટિન. આવી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે આવતા વર્ષમાં તેમના જીવનમાં વધુ સુખ આવે અને દેવી લક્ષ્મીની કૃપાથી જીવનમાં કોઈ પણ વસ્તુની કમી ન રહે. તેના માટે તમારે કેટલાક જ્યોતિષીય ઉપાયો કરવા આવશ્યક છે. આ ઉપાયો કરવાથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે, જેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
આ વખતે વર્ષનો છેલ્લો દિવસ રવિવાર છે અને નવા વર્ષની શરૂઆત નવા સપ્તાહ અને સોમવારથી થશે. આવી સ્થિતિમાં સૂર્યદેવ અને શિવની પણ પૂજા કરવી જોઈએ. તો ચાલો જાણીએ કે નવા વર્ષ પહેલા કેવા ઉપાયો કરવા જોઈએ?
તુલસીનો છોડ લગાવો: સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મી વાસ કરે છે. જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ અને કૃપા મેળવવા માંગતા હોય, તો નવા વર્ષ પહેલાં ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ. આ સાથે નિયમિત પૂજા-અર્ચના સાથે તુલસીનું પણ સારી રીતે જતન કરવું જોઇએ. આમ કરવાથી ઘરમાં ધનની કમી નહી રહે અને દરેક કાર્યોમાં સફળતા પણ મળશે.
સૂર્યદેવ અને ભગવાન શિવની પૂજા કરો: વર્ષ 2023નો છેલ્લો દિવસ રવિવાર છે અને નવા વર્ષનો પહેલો દિવસ સોમવાર છે. તેથી તમારે સૂર્યદેવ અને ભગવાન શિવની પૂજા ખાસ કરવી જોઇએ. આ માટે તમે સૂર્યદેવને અર્ઘ્ય અર્પિત કરો અને ભગવાન શિવનું વ્રત કરો. આવુ કરવાથી ઘરમાં ખુશીઓ આવશે. તેમજ વર્ષ દરમિયાન તમારી સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બને.
ઘરમાં લાવો ગોમતી ચક્ર: જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2023ના અંત પહેલા ઘરમાં ગોમતી ચક્ર લાવો. આ સાથે તેને અભિમંત્રિત કરીને ઘરની તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં બરકત આવે છે. આ સાથે જ તમને સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, ધનલાભ પણ મળશે અને આખા પરિવારને ખરાબ પ્રભાવથી દૂર રાખશે.
નવા વર્ષે કરો દાન: આપણે હંમેશાથી સાંભળતા આવ્યા છીએ કે, ખુશીઓ વહેંચવાથી વધે છે. તેથી જ ડિસેમ્બર 2023ના અંતમાં તમારે પણ વૃદ્ધાશ્રમ અથવા અનાથાશ્રમમાં તમારી ખુશીઓ શેર કરવી જોઇએ. ત્યાં તમે ખાવાની વસ્તુઓ ઉપરાંત તેમની જરૂરિયાતની વસ્તુઓનું દાન કરી શકો છો. આમ કરવાથી તમને ધન સંબંધિત પરેશાની નહીં આવે. તેમજ ઘરમાં હંમેશા ખુશીઓ રહેશે.
દક્ષિણાવર્તી શંખની પૂજા કરો: ડિસેમ્બરના અંત પહેલા દક્ષિણાવર્તી શંખની ખરીદી કરો અને શુભ સમયમાં યોગ્ય રીતે પૂજા કરો અને તેને લાલ કપડામાં લપેટીને તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખો. આ શંખ લક્ષ્મીને આકર્ષિત કરે છે. આ ઉપરાંત લાફિંગ બુદ્ધાને પણ શુભ માનવામાં આવે છે. આ મૂર્તિને તમે ઘર કે દુકાનની ઈશાન દિશામાં મુકી શકો છો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)