હિન્દુ ધર્મમાં તમામ નવ ગ્રહોમાં સૂર્ય ભગવાનને સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે. ભારતીય જ્યોતિષ અનુસાર, મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે જ્યારે સૂર્ય ભગવાન ઉત્તરાયણમાં હોય છે.
જ્યોતિષની માન્યતા અનુસાર આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી ઋતુ પરિવર્તન શરૂ થાય છે અને પાનખર ઓસરી જવા લાગે છે અને વસંત દસ્તક આપવા લાગે છે.
મકરસંક્રાંતિ પર પૂજાનો સમય
આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. હિંદુ કેલેન્ડર મુજબ પુણ્યકાલ મુહૂર્ત સવારે 07:15:13 થી શરૂ થશે અને 12:30:00 સુધી ચાલશે. આવી સ્થિતિમાં મકરસંક્રાંતિનો શુભ સમય 5 કલાક 14 મિનિટનો રહેશે.
લણણીનો તહેવાર
સમગ્ર દેશમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. પંજાબ, યુપી, બિહાર અને તમિલનાડુમાં આ તહેવારથી જ નવા પાકની લણણીનું કામ શરૂ થાય છે. પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં મકરસંક્રાંતિને ‘લોહરી’ તરીકે ઉજવવામાં આવે છે. જો આપણે તમિલનાડુની વાત કરીએ તો અહીં મકરસંક્રાંતિને ‘પોંગલ’ તરીકે ઉજવવામાં આવે છે. આસામમાં મકરસંક્રાંતિના પ્રથમ દિવસથી ભોગલી બિહુ ઉત્સવ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ મકરસંક્રાંતિનું અનેરુ મહત્વ છે. લોકો દાન-પુણ્ય કરે છે અને પતંગ રસિયાઓ બે દિવસ પતંગ ચગાવે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)