મોટાભાગના લોકો સૌથી સ્વાસ્થ્ય રહેવા માટે અનેક પ્રકારના ડાયટનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે મુખવાસ તરીકે પણ તમે કેટલાક સિડ્સ ખાઈ શકો છો.જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
સૂર્યમુખીના સિડ્સમાં વિટામિન,ખનિજો અને કોપરની ભરપૂર માત્રા હોય છે. જેનું સેવન કરવાથી હાડતાના દુખાવામાં રાહત મળે છે.
ચારોળીના બીજનું સેવન પણ ખૂબ જ લાભદાયક છે.
જેનું સેવન કરવાથી થાક દૂર થાય છે. તેમજ શરદી – ખાંસીમાં ફાયદાકરાક સાબિત થાય છે.
કલોંજીના બીજમાં આયર્ન, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર વગેરે જેવા ઘણા જરૂરી પોષક તત્ત્વો હોવાથી ત્વચાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
તલની અંદર પ્રોટીન, કેલ્શિયમ, બી-કોમ્પ્લેક્સ અને કાર્બોહાઇડ્રેટ્સ મળી આવે છે. આ સિવાય તેમાં ઓમેગા 6 ફેટી એસિડ પણ જોવા મળે છે.જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે.
કોળાના બીજમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ, મેગ્નેશિયમ, ફાઈબર અને વિટામિન્સ તમને ડાયાબિટીસના જોખમથી બચાવવામાં મદદરુપ થાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)