fbpx
Sunday, October 27, 2024

સફલા એકાદશી પર આ ઉપાય કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે, ઘર ધન-ધાન્યથી ભરાઈ જશે

હિન્દુ પંચાંગ અનુસાર, દરેક માસની કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશી તિથિ પર વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજાનું વિધાન છે. એવી જ રીતે પોષ કૃષ્ણ પક્ષની એકદાશીને સફલા એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્‍મીની પૂજા કરવાથી વ્યક્તિને દરેક કષ્ટોમાંથી નિજાત મળે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.

જણાવી દઈએ કે વર્ષની પહેલી એકાદશી એટલે સફલા એકાદશીનું વ્રત 7 જાન્યુઆરીએ રાખવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે સાથે કેટલાક જ્યોતિષી ઉપાય કરવાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ સફલા એકાદશીના દિવસે કયા ઉપાય કરવા શુભ રહેશે.

સફલા એકાદશી 2024 શુભ મુહૂર્ત

હિન્દુ પંચાંગ અનુસાર, પોષ માસની કૃષ્ણ પક્ષની તિથિ 7 જાન્યુઆરીની રાતે 12 વાગ્યાને 41 મિનિટ પર થશે અને સમાપ્ત 8 જાન્યુઆરીની રાતે 12 વાગ્યાને 46 મિનિટ પર થશે. એની સાથે જ 8 જાન્યુઆરીએ પારણાનો સમય સવારે 7 વાગ્યાને 15 મિનિટથી લઇ 9 વાગ્યાને 20 મિનિટ સુધી રહેશે.

સફલા એકાદશી પર કરો આ ઉપાય

સારા સ્વાસ્થ્ય માટે

સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો. તેની સાથે પીળા ફૂલ ચઢાવો અને ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો 108 વાર જાપ કરો.

વેપારમાં નફા માટે

સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્‍મીની પૂજા કરવી જોઈએ. તેની સાથે જ દેવી લક્ષ્‍મીને લાલ રંગના વસ્ત્રો અર્પણ કરવાથી શુભ ફળ મળે છે. આ સાથે વેપાર અને આર્થિક લાભમાં અપાર સફળતા મળે.

સુખ અને શાંતિ માટે

સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્‍મીની પૂજા કરો અને 9 મુખીનો દીવો પણ પ્રગટાવો. આ પછી સહસ્ત્રનામનો પાઠ કરો. આમ કરવાથી રોગ, દોષ અને ભયથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

વહેલા લગ્ન માટે

જો લગ્નજીવનમાં કોઈ પ્રકારની અડચણો આવતી હોય તો સફલા એકાદશીના દિવસે એક વાસણમાં પાણીમાં થોડી હળદર નાખીને કેળાના મૂળમાં અર્પણ કરો. તમને આનો લાભ મળશે.

ધન લાભ માટે

સફલા એકાદશીના દિવસે દેવી લક્ષ્‍મીને પ્રસન્ન કરવા માટે ભગવાન વિષ્ણુને જળથી અભિષેક કરો. અભિષેક માટે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles