fbpx
Saturday, October 26, 2024

સફળા એકાદશી પર વાંચો આ વ્રત કથા, પ્રાપ્ત થશે ભગવાન વિષ્ણુની કૃપા

તમામ તિથિઓમાં એકાદશીની તિથિનું વિશેષ મહત્વ રહેલું છે. તેમાં પણ અમુક ખાસ એકાદશી વ્રત કરનારાઓને ખાસ ફળ પ્રદાન કરે છે. તેવી જ રીતે 7 જાન્યુઆરીએ સફળા એકાદશીનું વ્રત છે. વર્ષ 2024નું આ પ્રથમ એકાદશી વ્રત છે. જો તમે કોઈપણ ઈચ્છિત કાર્યમાં સફળતા મેળવવા માંગતા હોય તો તમારે સફળા એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને કાર્યમાં સફળતા પ્રદાન કરે છે.

વિષ્ણુ પૂજા દરમિયાન સફળા એકાદશીની વ્રત કથા જરૂર વાંચવી જોઇએ. તેનાથી વ્રતનો સંપૂર્ણ લાભ મળે છે અને વ્રતનું મહત્વ પણ સમજાય છે. તો ચાલો જાણીએ સફળા એકાદશી પૂજા મુહૂર્ત અને પારણનો સમય શું છે.

સફળા એકાદશી 2024 મુહૂર્ત અને પારણ સમય

પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે સફળા એકાદશીનું વ્રત કરવામાં આવે છે.
પૌષ કૃષ્ણ એકાદશી તિથિ પ્રારંભ: 7 જાન્યુઆરી, રવિવારે, સવારે 12:41 વાગ્યે
પોષ કૃષ્ણ એકાદશી તિથિ સમાપ્ત: 8 જાન્યુઆરી, સોમવાર, સવારે 12:46 વાગ્યે
સફળા એકાદશી પૂજા મુહૂર્ત: સવારે 08:33 થી બપોરે 12:27
સફળા એકાદશી પારણ સમય: 8 જાન્યુઆરી, સવારે 07:15 થી સવારે 09:20 સુધી
દ્વાદશી તિથિ સમાપ્કિ સમય: રાત્રે 11:58 વાગ્યે

સફળા એકાદશી વ્રત કથા

દંતકથા અનુસાર, ચંપાવતી નગરનો રાજા માહિષ્મન હતો. તેમને 4 પુત્રો હતા, તેમનો સૌથી મોટો પુત્ર લુમ્પક દુરાચારી હતો. તે માંસ અને શરાબનું સેવન કરતો હતો અને સંતો, ઋષિઓ, મુનિઓ, દેવીઓ, દેવતાઓ વગેરેનું અપમાન કરતો હતો. રાજા તેના આચરણથી ખૂબ જ નારાજ હતા. એક દિવસ તેઓએ તેને મહેલની બહાર કાઢી મૂક્યો અને તે ચોરી કરવા લાગ્યો. તેની આ આદતોથી નગરજનો પણ ખૂબ જ પરેશાન હતા.

નજીકના જંગલમાં પીપળાનું ઝાડ હતું, જેની નગરજનો પૂજા કરતા હતા. લંપક તે ઝાડ નીચે રહેવા લાગ્યો. પૌષ કૃષ્ણ દશમી તિથિએ તેને રાત્રે ઠંડી લાગવા માંડી, કારણ કે તેની પાસે પહેરવા પૂરતાં કપડાં નહોતાં. તે ઠંડીમાં જ રાત્રે સૂઈ ગયો. ઠંડીના કારણે શરીર અકડાઇ ગયું હતું. બીજા દિવસે એકાદશીના દિવસે સવારે સૂર્ય નીકળ્યો ત્યારે બપોરે ગરમી લાગતા તે ઉઠી ગયો. તેને ખૂબ જ ભૂખ લાગી હતી. તે જંગલમાં ખોરાકની શોધમાં ગયો.

ભૂખ અને તરસથી તે ખૂબ જ નબળો પડી ગયો હતો, તેથી તે શિકાર કરી શકવા પણ સક્ષમ ન હતો. તે જંગલમાંથી ફળો લઈને એ જ પીપળાના ઝાડ નીચે આવ્યો. ત્યાં સુધીમાં અંધારું થઈ ગયું હતું. ફળો મૂકીને કહ્યું, “હે નાથ ! આ ફળો તમને નિવેદિત, હવે તે જાતે જ ખાઓ.” તે તેના પહેલાંના પાપકર્મોનો પસ્તાવો થઇ રહ્યો હતો. તેણે ભગવાન પાસે માફી માંગી.

શ્રીહરિ વિષ્ણુ તેના દ્વારા અજાણતાં કરવામાં આવેલા ઉપવાસથી પ્રસન્ન થયા. તેણે લુમ્પકના પાપોનો નાશ કર્યો. પછી એક આકાશવાણી થઇ અને કહ્યું, “હે લુમ્પક! તમારા વ્રતથી પ્રસન્ન થઈને શ્રીહરિએ તમારા બધા પાપોનો નાશ કરી નાખ્યો છે, હવે તમે મહેલમાં પાછા ફરો અને તમારા પિતાને રાજકાજમાં મદદ કરો. રાજા તરીકેનો કાર્યભાર સંભાળો.”

આ સાંભળીને લુમ્પકે ભગવાન વિષ્ણુના નામનો જય જયકાર કર્યો અને પોતાના મહેલમાં પરત ફર્યા. ત્યાર પછી તેના પિતાએ તેને રાજા બનાવ્યો અને તે ધર્મના માર્ગ પર ચાલવા લાગ્યો અને રાજ્ય સંભાળવા લાગ્યો. તેણે એક યોગ્ય અને સુંદર છોકરી સાથે લગ્ન કર્યા હતા. તેને એક સારું સંતાન પ્રાપ્ત થયું. શ્રી હરિની કૃપાથી તેમણે જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ કરી. જે વ્યક્તિ સફળા એકાદશીનું વ્રત કરીને વિષ્ણુની પૂજા કરે છે તેને જીવનમાં સફળતા મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles