એક તાજા પરણેલાં યુવક-યુવતી
એક રેલવે ડબામાં મુસાફરી કરી રહ્યાં હતાં.
યુવતીએ કહ્યું : જુઓ,
આપણે કંઈક એવું કરી બતાવવું જોઈએ કે,
જેથી લોકો માને કે
આપણાં લગ્ન ઘણા સમયથી થયાં છે.
પતિએ કહ્યું : હા,
તારી વાત સાચી છે,
સ્ટેશન આવે એટલે બેગ તારે ઉપાડી લેવી.
😅😝😂😜🤣🤪
પતિ (પત્નીને) : તું જ્યારે ને ત્યારે કશી કામમાં
ન આવે એવી ચીજ ખરીદી લાવે છે.
પત્ની : આવું જૂઠું ન બોલો,
આજ સુધી મેં એવી એક પણ ચીજ ખરીદી નથી!
પતિ : દસ વરસ પહેલા
તું આગ ઓલવવાનું એક યંત્ર લાવી હતી,
જે આજસુધી બેકાર પડી રહ્યું છે,
એનો કશો જ ઉપયોગ થઈ શકયો નથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)