કેટલાક લોકોને રાત્રે ઊંઘ ના આવવાની તકલીફ હોય છે. ડોકટર કેટલાક લોકોને દવા લેવાની સલાહ આપે છે. ગાઢ ઊંઘ માટે હવે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. સારી ઊંઘ આવે તે માટે સૌથી પહેલા સર્કાડિયન રિધમ ફિક્સ કરવાની રહે છે.
એરોમાથેરાપી
બેડરૂમમાં સારી સ્મેલ આવે આવે તો ઊંઘ પણ સારી આવે છે. જે માટે બેડરૂમમાં લેવેન્ડર ઓઈલની એરોમાથેરાપી ટ્રાય કરી શકો છો. જેથી બ્રેઈનમાં મેલાટોનિનનું સ્તર વધવા લાગે છે અને ઊંઘ આવે છે.
કેમોમાઈલ ટી
રાત્રે જમ્યા પછી એક કપ કેમોમાઈલ ચા પીવી જોઈએ. જેથી સ્ટ્રેસ રહેતો નથી અને બોડી રિલેક્સ રહે છે. મગજ શાંત રહે છે અને આરામ મળે છે. જેથી ઊંઘ પણ સારી આવે છે.
ટાઈમિંગ
સારી ઊંઘ આવે તે માટે હેલ્ધી સ્લીપ રૂટીન અપનાવો અને ટાઈમનું ખાસ ધ્યાન રાખો. સવારે વહેલા ઉઠો, બપોરે 3 વાગ્યા પછી ચા, કોફી, ડાયટ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ જેવા કેફીન પદાર્થનું સેવન ના કરવું. સૂતા પહેલા 30-60 મિનિટ પહેલા ફોન અથવા લેપટોપનો ઉપયોગ ના કરવો.
ડિજિટલ ડિટોક્સ
મોટાભાગના લોકો સ્માર્ટફોન પર વેબસીરિઝ, શો જોવામાં સમય પસાર કરે છે. તમે સૂવે તેની 30-60 મિનિટ પહેલા ડિજિટલ ડિવાઈસનો ઉપયોગ ના કરવો જોઈએ. બ્લ્યૂ લાઈટને કારણે ઊંઘ આવવામાં તકલીફ થાય છે.
રૂમ ટેમ્પરેચર
રૂમ ઠંડો હોય તો જલ્દી ઊંઘ આવે છે. રૂમ વધુ ઠંડો ના હોવો જોઈએ. સારી ઊંઘ આવે તે માટે રૂમ ટેમ્પરેટર 16થી 19 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. ઉપરાંત સારી ડાયટ, વર્કઆઉટ અને હેલ્ધી હેબિટ અપનાવવી જોઈએ.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)