fbpx
Friday, January 10, 2025

ભગવાન શિવ પાસે ત્રિશુલ અને ડમરુ કેવી રીતે આવ્યા? જાણો શું છે આ પાછળનું રહસ્ય

ભગવાન શિવ, દેવોના દેવ, જેમની પાસેથી આ બ્રહ્માંડ શરૂ થાય છે અને સમાપ્ત પણ થાય છે. તમે જોયું હશે કે ભગવાન શિવના એક હાથમાં ડમરુ, બીજા હાથમાં ત્રિશૂળ અને ગળામાં સાપ હોય છે. આ ખાસ વસ્તુઓ હંમેશા ભગવાન શિવ પાસે રહે છે. ભગવાન શિવના માથામાંથી નીકળતી ગંગા અને તેમના વાળમાં અર્ધ ચંદ્ર વગેરે જેવી બાબતો તેમને વધુ રહસ્યમય બનાવે છે.આ દરેક વસ્તુ અલગ-અલગ ઘટનાઓ સાથે તેમની સાથે સંકળાયેલી હતી?

ચાલો જાણીએ ભગવાન શિવે ડમરુ, ત્રિશૂળ અને નાગ શા માટે ધારણ કર્યા.

મહાદેવને ત્રિશૂલ કેવી રીતે મળ્યું ?

ભગવાન શિવ શસ્ત્રોમાં શ્રેષ્ઠ નિષ્ણાત છે. શિવપુરાણની કથાઓ અનુસાર એવું કહેવાય છે કે ધનુષ્ય અને ત્રિશૂળના સર્જક સ્વયં ભગવાન શિવ છે. ધનુષની શોધ અને ઉપયોગ કરનાર તે પ્રથમ હતા. એવું કહેવાય છે કે સૃષ્ટિની શરૂઆતમાં, જ્યારે ભગવાન શિવ બ્રહ્માંડમાંથી પ્રગટ થયા, ત્યારે તેમની સાથે ત્રણ ગુણ – રજ, તમ અને સત્વ પણ પ્રગટ થયા. આ ત્રણ ગુણો ભગવાન શિવના ત્રિશૂલ એટલે કે ત્રિશૂળ બન્યા. આ ત્રણ ગુણો વિના બ્રહ્માંડનું સર્જન કરવું અને તેમાં સુમેળ જાળવવો શક્ય નહોતો, એટલા માટે ભગવાન શિવે આ ત્રણ ગુણોને પોતાના હાથમાં રાખ્યા. આ ત્રણેય શુળને જોડીને ત્રિશુલની રચના થઈ હતી.

ભોલેનાથને ડમરુ કેવી રીતે મળ્યું?

ભગવાન શિવના હાથમાં ડમરુ આવવાની કહાની ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે દેવી સરસ્વતી સૃષ્ટિની શરૂઆતમાં પ્રગટ થયા હતા ત્યારે તેમણે પોતાની વીણાથી સૃષ્ટિને અવાજ આપ્યો હતો, પરંતુ આ અવાજમાં કોઈ સૂર કે સંગીત નહોતું. તે સમયે ભગવાન શિવે નૃત્ય કરતી વખતે 14 વખત ડમરુ વગાડ્યું અને તે ડમરુના ધ્વનિ, તાલ અને સંગીતથી બ્રહ્માંડમાં ધ્વનિનો જન્મ થયો. શિવપુરાણ અનુસાર એવું કહેવાય છે કે ડમરુ સ્વયં ભગવાન બ્રહ્માનું સ્વરૂપ છે.

ભગવાન શિવના ગળામાં સાપ કેવી રીતે આવ્યો?

ભગવાન શિવના ગળામાં હંમેશા એક નાગ હોય છે ,જેનું નામ વાસુકી છે. શિવપુરાણમાં આ સાપ વિશે કહેવામાં આવ્યું છે કે તે સાપનો રાજા છે અને તે નાગલોક પર રાજ કરે છે. સમુદ્ર મંથન દરમિયાન, તેણે દોરડાનું કામ કર્યું જેની મદદથી સમુદ્ર મંથન કરવામાં આવ્યું. એવું કહેવાય છે કે વાસુકી નાગ શિવના પરમ ભક્ત હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને નાગલોકનો રાજા બનાવ્યા અને તેમને તેમના ગળામાં આભૂષણની જેમ લપેટી રાખવાનું વરદાન પણ આપ્યું. જેના કારણે ભગવાન શિવની સુંદરતામાં વધુ વધારો થયો અને નાગલોકના રાજા વાસુકી પણ અમર થઈ ગયા.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles