2024માં શનિ કુંભ રાશિમાં જ ગોચર કરશે. આવી સ્થિતિમાં કુંભ રાશિમાં અન્ય ગ્રહોના પ્રવેશ કરવાથી શનિ દેવ સાથે અન્ય ઘણા ગ્રહોની યુતિ બનશે. જલ્દી જ ગ્રહોના રાજા કુંભ રાશિમાં ગોચર કરશે, જેનાથી સૂર્ય અને શનિની યુતિ બનશે. 13 ફેબ્રુઆરીના દિવસે સાંજના સમયે સૂર્ય દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય અને શનિની યુતિ રચાવાથી કેટલીક રાશિઓ માટે સમય ખૂબ જ શુભ રહેશે.
તેથી ચાલો જાણીએ કુંભમાં સૂર્ય અને શનિની યુતિ રચાવાથી કઇ રાશિના જાતકોની કિસ્મતના બંધ દરવાજા ખુલી શકે છે.
મિથુન રાશિ
શનિ અને સૂર્યની યુતિ મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ લાભકારક સાબિત થઇ શકે છે. કરિયરમાં તમને પ્રમોશન મેળવવા માટે ઘણા જરૂરી ટાસ્ક મળી શકે છે, જેને તમારે સમય રહેતા પૂરા કરવાના રહેશે. સિંગલ લોકોની લાઇફમાં કોઇ સ્પેશિયલ પર્સનની એન્ટ્રી થઇ શકે છે. આ દરમિયાન સમાજમાં તમારુ માન-સન્માન વધશે અને તને કોન્ફિડેંટ થઇને દરેક કામને જવાબદારી સાથે પૂરા કરશો.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે સૂર્ય અને શનિની યુતિ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ રાશિના જાતકોના વૈવાહિક જીવનમાં ચાલી રહેલા પરસ્પર મતભેદ દૂર થશે. બિઝનેસ કરી રહેલા લોકોને કોઇ સારો ઇન્વેસ્ટર મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે અને ધન આગમનના યોગ બની રહ્યાં છે. યાત્રા કરવાની સંભાવના છે.
મકર રાશિ
સૂર્ય અને શનિની યુતિ મકર રાશિના જાતકો માટે શુભ સાબિત થઇ શકે છે. તમારુ માન-સન્માન વધશે. કાર્યક્ષેત્રમાં તમે પ્રશંસાને પાત્ર પણ બની શકો છો. કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહેલા સ્ટુડન્ટ્સ માટે સમય સારો માનવામાં આવી રહ્યો છે. આ દરમિયાન તમારુ મન અભ્યાસમાં લાગશે. પરંતુ તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)