fbpx
Wednesday, January 8, 2025

શું તમે પણ ઘરની સુંદરતા વધારવા માટે તસવીર કે પેઇન્ટિંગ લગાવો છો? તો જાણો વાસ્તુ નિયમ

દરેક વ્યક્તિ પોતાના ઘરને સજાવવા, શુભ અને સૌભાગ્ય વધારવા માટે પોતાના ઘરની દિવાલો પર વિવિધ પ્રકારની તસવીરો લગાવે છે, પરંતુ આવું કરતા પહેલા કોઈપણ તસવીર લગાવાની સાચી દિશામાં માટેના વાસ્તુ નિયમો ચોક્કસપણે જાણી લો.નહીં તો તમાને ફાયદાને બદલે નુકસાન સહન કરવું પડી શકે છે. તમારા મનને શાંત રાખે તેવા ચિત્ર હોય કે પેઇન્ટિંગ હોય કે ઈશ્વરનો ફોટો જે દૈવી આશીર્વાદ આપતા હોય.

આવો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કઈ દિશાની દીવાલ પર કયો ફોટો લગાવવાથી શુભ, સકારાત્મક ઉર્જા અને દૈવી આશીર્વાદ મળે છે.

આ નિયમોનું પાલન કરો

વાસ્તુ અનુસાર જો તમે તમારા ઘરમાં ઉગતા સૂર્યનો ફોટો લગાવવો હોય તો તેને હંમેશા પૂર્વ દિશામાં લગાવવો જોઈએ કારણ કે પૂર્વ દિશાને ભગવાન સૂર્યની દિશા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂર્વ દિશામાં સીધા દેવતા ભગવાન સૂર્યનો ફોટો લગાવવાથી ઘરની સકારાત્મક ઉર્જા વધે છે અને સુખ, સૌભાગ્ય અને સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે.

વાસ્તુ અનુસાર, જો તમે તમારા ઘરમાં ફેમિલી ફોટો લટકાવવા માંગો છો, તો તેને હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિવાલ પર લગાવો. એવું માનવામાં આવે છે કે ફોટા આ દિશામાં રાખવાથી સંબંધોમાં પ્રેમ અને સુમેળ વધે છે.

ક્યારેય એવો ફેમિલી ફોટો ન લગાવો જેમાં ફક્ત ત્રણ જ લોકો સામેલ હોય. વાસ્તુ અનુસાર, દિવાલ પર પરિવારના ત્રણ સભ્યો અથવા ત્રણ મિત્રોના ફોટાને શુભ માનવામાં આવતા નથી.

વાસ્તુ અનુસાર, તમારે તમારા ઘરના કોઈપણ ખૂણામાં અસ્ત થતા સૂર્ય, દુઃખી અથવા રડતા બાળકો, હિંસક પ્રાણીઓ, મહાભારત યુદ્ધ, ડૂબતા વહાણ વગેરેના ફોટા ક્યારેય ન લગાવવા જોઈએ. વાસ્તુ અનુસાર આવા તસવીરો ઘરમાં નકારાત્મકતા અને ઉદાસીનતા પેદા કરે છે.

જો તમે ધનની ઈચ્છા રાખો છો તો તમારે તમારા ઘરના ઉત્તર કે ઉત્તર-પૂર્વ ખૂણામાં ધનના દેવતા કુબેર અથવા ધનની દેવી લક્ષ્‍મીનું ચિત્ર લગાવવું જોઈએ.

વાસ્તુ અનુસાર રસોડામાં મંદિર ન બનાવવું જોઈએ, પરંતુ તમે ઈચ્છો તો ત્યાં માતા અન્નપૂર્ણાની તસવીર લગાવી શકો છો.

વાસ્તુ અનુસાર, ઉત્તર-પૂર્વ ખૂણામાં સ્થિત પૂજા સ્થાનમાં મૃત લોકોના ફોટા ક્યારેય ન રાખવા જોઈએ કે ન લગાવવા જોઈએ. વાસ્તુ અનુસાર મૃત લોકોના ફોટા દક્ષિણ દિશામાં લગાવવા જોઈએ.

વાસ્તુ અનુસાર, જો તમને લગ્ન પછી લાંબા સમય સુધી સંતાન પ્રાપ્ત ન થયું હોય, તો તમે તમારા બેડરૂમમાં હસતા બાળકની તસવીર લગાવી શકો છો. તમારા વિવાહિત જીવનમાં પ્રેમ અને સંવાદિતા વધારવા માટે, તમે તમારા જીવનસાથી સાથે હસતા હોય તેવો ફોટો અથવા રાધા-કૃષ્ણનો ફોટો મૂકી શકો છો. જો તમે તમારા ધંધામાં વૃદ્ધિ અને નફો ઈચ્છતા હોવ તો ક્યારેય પણ તમારા ધંધાના સ્થળે બેઠેલા ગણપતિ, માતા લક્ષ્‍મી વગેરેની તસવીર ન લગાવો. તેવી જ રીતે ઘરની અંદર તેમની ઉભી તસવીર ક્યારેય ન લગાવવી જોઈએ.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles