fbpx
Monday, October 28, 2024

ઉત્તરાયણ પર કેમ ચગાવાય છે પતંગ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

મકરસંક્રાંતિ પર દેશના કેટલાએ શહેરમાં પતંગ ઉડાવવાની પરંપરા છે. આ પરંપરાના કારણે મકરસંક્રાંતિને પતંગ પર્વ પણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિના અવસર પર બજાર રંગ-બેરંગી પતંગોથી સજ્જ જોવા મળે છે. લોકો મિત્રો અને સંબંધિઓ સાથે પતંગ ઉડાડવાની મજા લે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે, આ પર્વ પર પતંગ કેમ ઉડાડવામાં આવે છે.

મકરસંક્રાંતિ પર પતંગ ઉડાડવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને મહત્વ છે.

ધાર્મિક મહત્વની વાત કરીએ તો, આનો સંબંધ સીધો ભગવાન રામ સાથે બતાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન રામે મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાની શરૂઆત કરી હતી. તમિલની તન્દનાનરામાયણ અનુસાર, ભગવાન રામે જે પતંગ ઉડાવ્યો હતો તે, ઈન્દ્રલોકમાં પહોંચી ગયો હતો. ભગવાન રામ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પરંપરાને આજે પણ નિભાવવામાં આવી રહી છે.

જો વૈજ્ઞાનિક કારણની વાત કરીએ તો, પતંગ ઉડાડવાનો સંબંધ સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. પતંગ ઉડાડવાથી કેટલીક કસરત એકસાથે થાય છે. ઠંડીની સિઝનમાં સવારે પતંગ ઉડાડવાથી શરીરને ઉર્જા મળે છે અને ત્વચા સંબંધી વિકાર પણ દૂર થાય છે.

શું છે મકરસંક્રાંતિ?

મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ તરફ હોય છે. આ દિવસે સૂર્ય મકર રેખામાં પ્રવેશ કરે છે. જણાવી દઈએ કે, જ્યારે સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં પ્રવેશ કરે છે તો તેને સંક્રાંતિ કહેવાય છે. એક વર્ષમાં કુલ 12 સંક્રાંતિ હોય છે પરંતુ આમાંથી મેષ, કર્ક, તુલા અને મકરસંક્રાંતિ મુખ્ય માનવામાં આવે છે.

મકરસંક્રાંતિના દિવસે ક્યાં ઉડાડવામાં આવે છે પતંગ?

ભારતના ઘણા રાજ્યોમાં મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાવવામાં આવે છે. આ ઉપરાંત સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. પતંગો મોટે ભાગે ગુજરાત અને રાજસ્થાનમાં ઉગાડવામાં આવે છે. ગુજરાતમાં પતંગ ચગાવવાનો તહેવાર અને મકરસંક્રાંતિને ઉત્તરાયણ કહેવામાં આવે છે. જોકે, રાજસ્થાનમાં પતંગ ઉડાવવાનું બહુ થતું નથી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles