પોતાનું ઘર ખરીદવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. લોકો જીંદગીભરની કમાણી એકઠી કરીને પોતાના માટે મકાન કે ફ્લેટ ખરીદે છે. કેટલાંક લોકો જમીન ખરીદીને તેના પર મકાન બનાવડાવે છે. આ દરમિયાન ઘર કે મકાનની સુંદરતા જ આકર્ષણનું કેન્દ્ર નથી. જો તમે ફક્ત ઘર-મકાનની સુંદરતાને જોઇને તેને ખરીદવાનું વિચારી રહ્યાં છો તો થોડુ વિચારો.
તેના વાસ્તુ પર ધ્યાન આપવું જરૂરી છે. એક્સપર્ટસની માનીએ તો સારો ફ્લેટ કે મકાન ફક્ત તેની સુંદરતા જ સાબિત નથી કરતી. તેની દિશા અને વાસ્તુ યોગ્ય હોવા જરૂરી છે. તે બાદ જ તમે તમારા ઘરમાં પ્રસન્ન રહી શકો છો. તેના માટે ફ્લેટ કે મકાનના કિચન, બાથરૂમ, બેડરૂમ, બારીથી બાલકની સુધી બધી વસ્તુની સ્થિતિ અને દિશા પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.
કોઇપણ ફ્લેટ કે મકાન ઘર ત્યારે બને છે, જ્યારે તેમાં રહેતા લોકો ખુશ હોય. ઘરમાં સુખ અને શાંતિ તથા આરોગ્ય જળવાઇ રહે. તેમાં સૌથી મહત્ત્વનો રોલ વાસ્તુનો હોય છે. ફ્લેટ, મકાન એટલે કે ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો દિવસ-રાત પ્રગતિ થવા લાગે છે. ઘર જન્નત જેવું બનવા લાગે છે, પરંતુ વાસ્તુ દોષ તમારા જીવનની સમસ્યાઓથી ઘેરાઇ શકે છે. તેની શરૂઆત તમારા ઘરેથી જ થઇ શકે છે. તેથી મકાન કે ફ્લેટ ખરીદતી વખતે વાસ્તુ દોષનું ખૂબ જ ધ્યાન રાખવું જોઇએ. ઘર કે મકાન ખરીદતી વખતે આ 9 વાતોનું ધ્યાન જરૂર રાખો.
નવો ફ્લેટ ખરીદતી કે મકાન બનાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો
જો તમે નવો ફ્લેટ લઇ રહ્યાં છો અથવા મકાન બનાવડાવી રહ્યાં છો તો સૌથી પહેલા તેના વેંટિલેશન પર ધ્યાન આપો. તે ઉત્તર કે પૂર્વ દિશામાં બનેલું હોવું જોઇએ. કોઇ અન્ય દિશમાં તેનું હોવું ધન હાનિ પહોંચાડે છે. ઘરમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.
ઘરના દરેક ખૂણા સમકોણ હોવા જોઇએ. તેમાં કોણ વેધ વાસ્તુ દોષને પ્રભાવિત કરે છે, જે વ્યક્તિ માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે.
કોઇપણ ઘરમાં ટોયલેટ અને બાથરૂમની દિશા વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. ઘરમાં દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ટોયલેટ કે બાથરૂમ હોવું જોઇએ.
કોઇપણ અપાર્ટમેન્ટ ફ્લેટના ઇશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ભગવાનનું મંદિર એટલે કે પૂજા સ્થાન શુભ હોય છે. આ ઉપરાંત કોઇ અન્ય જગ્યાએ પૂજા સ્થાન વાસ્તુ દોષ પેદા કરે છે.
ઘર કે રસોડામાં ધ્યાન આપો કે તેનો દરવાજો ભોજન બનાવનારની પીઠ તરફ ન હોય. આવું હોવું રસોડામાં ભોજન બનાવનાર માટે સમસ્યા ઉભી કરી શકે છે. તેવામાં ભોજન બનાવનાર ઘરની મહિલાના ખભા અને કમરમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.
રસોડામાં વાસણ ધોવાનું સિંક દક્ષિણ દિશામાં ન હોવું જોઇએ. આવું હોય તો વાસ્તુ દોષ લાગે છે, જેના કારણે ઘરમાં ખર્ચ વધે છે. વ્યક્તિ ચિંતિત રહે છે અને ખર્ચનો અંત નથી આવતો. રસોડામાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન બનાવવું સૌથી સારુ માનવામાં આવે છે. તેનાથી વાસ્તુ દોષ નથી લાગતો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)