fbpx
Monday, January 20, 2025

ખરું છે, હું એક કાર જ ખરીદી લાવ્યો છું😅😝😂😜🤣🤪

વકીલની પત્ની એમના એક દાકતર મિત્રને ફરિયાદ
કરી રહી હતી :
મારી સાથે મારા પતિ કોઈ પાર્ટીમાં આવતા નથી કેમ કે,
પાર્ટીમાં અનેક લોકો એમની સલાહ લઈને
એમને માટે પાર્ટીનો આનંદ રહેવા દેતા નથી.
તમારે શું આવું જ બને છે?
દાકતર : લગભગ એવું જ.
વકીલની પત્ની : તો તમે
એ લોકોથી છુટકારો કેવી રીતે મેળવો છો?
દાકતરે કહ્યું : મારી પાસે તેનો એક સુંદર ઈલાજ છે.
કોઈ પણ વ્યકિત એના રોગની કે
દર્દની વાત મને કરવા લાગે કે તરત જ એને હું કહું,
કપડાં ઉતારી નાખો તમને તપાસવા પડશે.
😅😝😂😜🤣🤪

વકીલ (અસીલને) : મારી ફીના રૂ. ૧,૦૦૦ રોકડા
અત્યારે આપો અને બાકીના દર અઠવાડિયે
રૂ. ૨૦૦ ના હપ્તાઓ દસ અઠવાડિયાં સુઘી.

અસીલ : તમે તો જાણે કોઈ કારની રકમની
વાત કરતા હો એ રીતે કહો છે.
પહેલાં રોકડા અને પછી હપતાઓ.

વકીલ : ખરું છે, હું એક કાર જ ખરીદી લાવ્યો છું.
😅😝😂😜🤣🤪

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles