પોષ માસનું પુત્રદા એકાદશીનું વ્રત આજે 21 જાન્યુઆરી રવિવારે છે. એકાદશીના દિવસે ભગવાન નારાયણની વિધિ વિધાન સાથે પૂજા કરવા અને વ્રત રાખવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. મૃત્યુ બાદ વ્યક્તિને મોક્ષ પણ મળે છે.
પૌરાણિક કથાઓ અનુસાર, રાજા સુકેતુમાને ઋષિ મુનિઓએ જણાવેલી વ્રત વિધિ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત અને પૂજન કર્યુ હતુ. જેના પરિણામ સ્વરૂપ તેને પુત્રની પ્રાપ્તિ થઇ હતી અને જીવનના અંતમાં તેમને મોક્ષ પણ મળ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણએ પુત્રદા એકાદશી વ્રતના મહત્વ વિશે યુધિષ્ઠિરને વિસ્તારથી જણાવ્યું હતું. કાશીના જ્યોતિષાચાર્ય ચક્રપાણિ ભટ્ટ પાસેથી જાણીએ પોષ પુત્રદા એકાદશી વ્રતનું શુભ મુહુર્ત, યોગ, પારણા, વ્રત અને પૂજા વિધિ.
પોષ પુત્રદા એકાદશી વ્રત મુહુર્ત 2024
એકાદશી તિથિ પ્રારંભ- 20 જાન્યુઆરી 2024એ સાંજે 07:26
એકાદશી તિથિ સમાપન- 21 જાન્યુઆરી 2024એ સાંજે 07:26
પારણા (વ્રત ખોલવાનો) સમય- 22 જાન્યુઆરીએ સવારે 07:14 થી 09:21 વાગ્યા સુધી
પારણા તિથિના દિવસે બારસ સમાપન થવાનો સમય- સાંજે 07:51
પોષ પુત્રદા એકાદશી વ્રત અને પૂજા વિધિ
જે પણ દંપતિ પુત્ર અથવા સંતાનની કામનાથી આ વ્રત રાખવામાં આવે છે, તે આજ સવારે સ્નાન ધ્યાન બાદ સૂર્ય દેવને જળ અર્પિત કરવુ જોઇએ. તે બાદ પોષ પુત્રદા એકાદશી વ્રત અને પૂજનનો સંકલ્પ કરવો જોઇએ.
આજના દિવસે ફળાહારથી વ્રત કરવુ જોઇએ. શુભ મુહુર્તમાં ભગવાન નારાયણની મૂર્તિને એક ચોકી પર સ્થાપિત કરો. તે બાદ તેને પંચામૃત સ્નાન કરાવો. તેમને પીળા વસ્ત્ર અર્પણ કરો.
હવે તમે ચંદન, માળા, પીળા ફૂલ, અક્ષત, તુલસીના પાન, નૈવેધ, ફળ, મિઠાઇ, દીપ વગેરે અર્પિત કરીને પૂજા કરો. પૂજા વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.
પૂજા સમયે વિષ્ણુ ચાલીસા, વિષ્ણુ સહસ્ત્રનામ અને પોષ પુત્રદા એકાદશી વ્રતનો પાઠ કરો અથવા શ્રવણ કરો. તે બાદ ભગવાન વિષ્ણુની ઘીના દીવાથી વિધિપૂર્વક આરતી કરો.
તે બાદ પૂજામાં થયેલી ભૂલો માટે ક્ષમા પ્રાર્થના કરી લો. તે બાદ ભગવાન નારાયણથી પુત્ર પ્રાપ્તિ માટે આશિર્વાદ માગો, જેથી તમારી મનોકામના પૂરી થાય.
રાતના સમયે ભગવત જાગરણ કરો અને બીજા દિવસે સવારે સ્નાન બાદ પૂજા કરો. બ્રાહ્મણને તમારી ક્ષમતા અનુસાર દાન દક્ષિણા આપીને વિદાય આપો. તે બાદ પારણાના સમયે ભોજન કરીને વ્રત પૂર્ણ કરો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)