તૈલી ત્વચા માટે મધ ક્લીનઝરનું કામ કરે છે. તે ત્વચાનાં છિદ્રોને સાફ કરીને તેલનાં ઉત્પાદનને નિયંત્રિય કરે છે.
ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે
મધમાં મોઇશ્ચરાઇઝર ગુણ હોય છે. જે ત્વચાને અંદરથી મોઇશ્ચરાઇઝ કરે છે.
દાગ ઓછા કરે
મધની અંદર એન્ટીઓક્સિડેન્ટ અને હીલિંગ ગુણધર્મો હોય છે. જે દાગને મટાડવામાં મદદરૂપ થાય છે.
ખીલથી છુટકારો મળે છે
મધમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. જે ત્વચાનાં છિદ્રોમાં બેક્ટેરિયાને ફેલાતા અટકાવે છે અને ખીલને મટાડે છે.
મધ ક્લીનઝરનું કામ કરે છે
તૈલી ત્વચા માટે મધ ક્લીનઝરનું કામ કરે છે. તે ત્વચાનાં છિદ્રોને સાફ કરીને તેલનાં ઉત્પાદનને નિયંત્રિય કરે છે.
શુષ્ક ત્વચા માટે ફાયદાકારક
મધ ત્વચાનાં ભેજને જાળવી રાખે છે. તેથી આ શુષ્ક ત્વચાવાળા લોકો માટે ફાયદાકારક છે.
પિગમેન્ટેશન ઘટાડે
મધમાં વિટામિન E હોય છે. જે ત્વચામાંથી પિગમેન્ટેશન ઘટાડવા માટે મદદરૂપ થાય છે.
સનબર્ન માટે ઉપયોગી
બળતરા માટે મધ ઉત્તમ ઘરેલુ ઉપચાર છે. મધ સનબર્નનાં ક્ષતિગ્રસ્થ પેશીઓનું પોષણ અને સમારકામ કરે છે.
કરચલીઓ ઘટાડવામાં મદદરૂપ
મધ કોલેજન વધારે છે અને કરચલીઓને ઘટાડે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)