હિંદુ ધર્મમાં, દરેકને દેવી લક્ષ્મી માટે અપાર આદર છે. માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય તો કોઇ પણ માણસની ગરીબી દૂર થઈ જાય છે અને ઘર સંપત્તિમાં વધારો થાય છે. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે દેવી વૈભવ લક્ષ્મીનું વ્રત રાખવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં ધન અને સમૃદ્ધિની કમી નથી આવતી.
કયા દિવસે વૈભવ લક્ષ્મીનું વ્રત કરવું?
શુક્રવારે મા વૈભવ લક્ષ્મીનું વ્રત કરવામાં આવે છે. ભક્તિ અનુસાર મા વૈભવ લક્ષ્મીનું વ્રત 11 કે 21 શુક્રવાર સુધી રાખવામાં આવે છે. માન્યતા અનુસાર, શુક્રવારે સ્નાન કરી, સ્વચ્છ અને સુઘડ વસ્ત્રો પહેરો અને 11 કે 21 ની સંખ્યામાં માતા વૈભવ લક્ષ્મી વ્રત રાખવાનો સંકલ્પ લો. હવે આગામી 11 કે 21 શુક્રવાર વ્રત રાખો અને ઉપવાસ કરો. ઉપવાસના દિવસે ફક્ત ફળો જ ખાઓ અથવા તમે સાંજે એક ટાઇમ ભોજન પણ લઈ શકો છો. 11 કે 21 દિવસના ઉપવાસ કર્યા પછી વ્રતનું ઉજવણું કરો. એવું માનવામાં આવે છે કે ઉજવણું કરવાથી ઉપાસનાનું ફળ મળે છે. ઉજવણમાં 5 સુહાગણ સ્ત્રીઓને જમાડી યથા શક્તિ દાન અર્પણ કરવું.
મા વૈભવ લક્ષ્મીની ઉપવાસની વિધિ
વૈભવ લક્ષ્મી વ્રત પુરૂષો અને સ્ત્રીઓ બંને રાખી શકે છે. શુક્રવારે ઘરની સફાઈ કર્યા પછી સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો અને પછી ઘરના મંદિર અથવા કોઈપણ સ્વચ્છ અને પવિત્ર સ્થાન પર પાટલો મૂકો અને તેના પર લાલ રંગનું કપડું પાથરો. હવે પાટલા પર મા વૈભવ લક્ષ્મીનો ફોટો અથવા મૂર્તિ મૂકો, ઘઉં અથવા ચોખાની ઢગલી કરો અને તેના પર પાણીથી ભરેલો કળશ મૂકો અને દીવો પ્રગટાવો અને માતા વૈભવ લક્ષ્મીને તિલક, અક્ષત, ફૂલની માળા, ફળ અને વસ્ત્રો અર્પણ કરો. આ પછી દેવી વૈભવ લક્ષ્મીને ખીર અથવા મીઠાઈ અર્પણ કરો. હવે વૈભવ લક્ષ્મી વ્રત કથા વાંચો અથવા સાંભળો. આ પછી આરતી કરો.
દેવી વૈભવ લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે તેમના મંત્રનો જાપ પણ કરી શકો છો.
દેવી વૈભવ લક્ષ્મી મંત્ર
या रक्ताम्बुजवासिनी विलासिनी चण्डांशु तेजस्विनी। या रक्ता रुधिराम्बरा हरिसखी या श्री मनोल्हादिनी॥
या रत्नाकरमन्थनात्प्रगटिता विष्णोस्वया गेहिनी। सा मां पातु मनोरमा भगवती लक्ष्मीश्च पद्मावती ॥
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)