એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેવી જ રીતે પૌષ પુત્રદા એકાદશીનું વ્રત પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. આ વખતે 21 જાન્યુઆરી, રવિવારના રોજ એટલે આજે પૌષ પુત્રદા એકાદશી મનાવવામાં આવી રહી છે. પૌષ પુત્રદા એકાદશી પૌષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી પર મનાવવામાં આવે છે. આ વખતે પૌષ શુક્લ એકાદશીની તારીખ 20 જાન્યુઆરીએ સાંજે 07:26 વાગ્યાથી 21 જાન્યુઆરીએ સાંજે 07:26 વાગ્યા સુધી રહેશે.
એકાદશીના વ્રતના દિવસે વ્રત કરનારાઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ, તે દરમિયાન તેમણે પૌષ પુત્રદા એકાદશીની વ્રત કથા સાંભળવી જોઈએ. એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી હતી કે તેઓ પૌષ શુક્લ એકાદશી વ્રતનો મહિમા અને તેની વિધિ વિશે જણાવે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને પૌષ પુત્રદા એકાદશીની કથા જણાવી અને તેને મહત્વ જણાવ્યું હતું.
પૌષ પુત્રદા એકાદશી વ્રત કથા
એક સમયે ભદ્રાવતી નગરનો રાજા સુકેતુમાન હતો. તેમણે રાજકુમારી શૈવ્યા સાથે લગ્ન કર્યા હતા. તેની પાસે તમામ પ્રકારની સુખ સુવિધાઓ અને વૈભવ હતા. તેમનું રાજ્ય ખૂબ જ સુખી હતું અને ધન-કીર્તિમાં પણ કોઈ કમી નહોતી. સુકેતુમનની પ્રજા પણ ખુશ હતી. રાજા તેમનું ખૂબ ધ્યાન રાખતા હતા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને લગ્નનાં થોડાં વર્ષો વીતી ગયાં. રાજા સુકેતુમનને કોઈ સંતાન ન હતું. તેમણે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ સંતાન સુખ ન મળ્યું.
સંતાન ન હોવાને સુકેતુમન અને રાણી શૈવ્યા કારણે ખૂબ જ દુ:ખ રહેતા હતા. રાજાને ચિંતા હતી કે તેમને કોઈ પુત્ર નથી. તો તેમનું પિંડદાન કોણ દાન કરશે? આ વિશે વિચારીને તેઓ ખૂબ દુઃખી રહેવા લાગ્યા. તેમને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા. પરંતુ તેણે આત્મહત્યા નહોતી કરી. હવે તેમનું મન રાજકાજમાં નહોતું લાગતું, એક દિવસ તે બધું છોડીને જંગલમાં ચાલ્યા ગયા.
ઘણું ચાલ્યા પછી, તેઓ એક તળાવ પાસે પહોંચી ગયા અને એક ઝાડની છાયામાં બેઠા. તેણે આસપાસ નજર ફેરવી તો એક આશ્રમ જોયો. તેઓ તે આશ્રમમાં ગયા. ઋષિમુનિઓને પ્રણામ કરીને પોતાનો પરિચય આપ્યો. ઋષિમુનિઓ જંગલમાં આવવાનું કારણ જાણવા માંગતા હતા. પછી સુકેતુમાને તેને પોતાના હૃદયની વ્યથા જણાવી.
સુકેતુમાનની વાત સાંભળી ઋષિમુનિઓએ સુકેતુમનને કહ્યું કે, પૌષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી આવી રહી છે. તે દિવસે ભક્તો વ્રત રાખે છે અને નિયમ અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. આ વ્રતનું પાલન કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. તેને પૌષ પુત્રદા એકાદશી કહેવામાં આવે છે.
રાજા ઋષિમુનિઓએ જણાવેલા આ ઉપાયથી ખુશ થઈને મહેલમાં પાછા ફર્યા. પૌષ શુક્લ એકાદશીના દિવસે તેમણે અને તેમની પત્નીએ વિધિ અનુસાર વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરી હતી. થોડા દિવસ વીતી ગયા પછી રાણી શૈવ્યા ગર્ભવતી બની અને તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. રાજા પુત્રને મેળવીને ખુશ થયા. તેવી જ રીતે જે કોઈ આ વ્રત કરે છે તેને પુત્ર પ્રાપ્તિ થાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)