ચણા પ્રોટીનનું દેશી સ્ત્રોત છે. પ્રોટીનનું સેવન શરીર માટે ખુબજ જરૂરી છે. આહારની ઘણી બધી વસ્તુઓ પ્રોટીન પૂરું પાડે છે. શેકેલા ચણાનું સેવન પણ પ્રોટીનનું સારું સ્ત્રોત બની શકે છે. તેના બીજા પણ ફાયદાઓ છે.
ચણામાં પ્રોટીન સાથે ફાયબર અને કોમ્પ્લેક્સ કાર્બ પણ હોય છે. જે શરીરને શારીરિક શક્તિ પ્રદાન કરે છે.
ટાઈપ 2 ડાયાબિટીસ
શેકેલા ચણા ફાયબરનું સારું સ્ત્રોત છે. તે બ્લડ શુગર લેવલ ઘટાડે છે. શેકેલા ચણાનાં સેવનથી ટાઈપ 2 ડાયાબિટીસની સમસ્યામાં રાહત મળે છે.
મગજનું સ્વાસ્થ્ય
ચણાનું સેવન મગજનાં સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. તેમા કોલિન નામનું જરૂરી ઘટક હોય છે. જે મગજ માટે ફાયદાકારક છે.
વજન ઘટાડે
ચણામાં હાજર પ્રોટીન અને ફાયબર વજનને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે. ચણાનાં સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેથી વારંવાર ભૂખ નથી લાગતી.
લોહીની ઉણપ પૂરી કરે
શેકેલા ચણામાં આયર્ન હોય છે. જે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે અને લોહીની ઉનપને દૂર કરે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)