હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, વર્ષમાં કુલ 12 પૂર્ણિમા તિથિ આવે છે. તેમાંથી જ એક છે પૌષ પૂર્ણિમા. પોષ માસની પૂર્ણિમા વધુ વિશેષ માનવામાં આવે છે. તેની પાછળ કારણ છે આ મહિનામાં આવતી પૂર્ણિમા પર મા લક્ષ્મી પોતાના આઠેય સ્વરૂપો સાથે જાગૃત રહે છે અને પૂર્ણ તિથિમાં પૃથ્વી પર ભ્રમણ કરે છે.
આ જ કારણ છે પોષ પૂર્ણિમા પર મા લક્ષ્મીની પૂજાનું વિશેષ વિધાન છે. તેવામાં પોષ પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે.
પોષ પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે. આ ઉપરાંત, આ દિવસે પીપળાના પાન સાથે જોડાયેલું એક કામ જરૂર કરવું જોઇએ. ચાલો તમને જણાવીએ આ વિશેષ ઉપાય વિશે.
પોષ પૂર્ણિમા પર કરો પીપળાના પાનના ઉપાય
પોષ પૂર્ણિમાના દિવસે સૌથી પહેલા પીપળાનું એક પાન લો. પછી તેને ગંગાજળ અથવા તો તુલસી જળમાં મૂકી દોય તે બાદ પોષ પૂર્ણિમાની રાતે ચંદ્રમાની પૂજા કર્યા બાદ તે પાનને જળમાંથી કાઢો અને લાલ ચંદનથી તેના પર ‘શ્રી’ લખો. આ મા લક્ષ્મીનો બીજ મંત્ર છે.
તે બાદ પીપળાના પાનને લાલ નાડાછડી બાંધો અને લાલ કપડામાં લપેટીને ઘરની તિજોરીમાં મૂકી દો. તમે ઘરની તિજોરી ઉપરાંત, તેને મંદિરમાં પણ રાખી શકો છો. મા લક્ષ્મીનું ધ્યાન ધરો અને તેમના મંત્રોનો જાપ નિરંતર કરો. મંત્રોચ્ચાર બંધ ન થવો જોઇએ.
ધ્યાન રાખો કે પોષ પૂર્ણિમાથી લઇને આવનારા 5 શુક્રવાર સુધી તમારે પીપળાના પાન સૂકાય તે પહેલા બદલી નાંખવાના છે. છેલ્લા શુક્રવારે તે પીપળાના પાનને પવિત્ર નદીમાં વહાવી દો. આવું કરવાથી દેવાથી મુક્તિ મળી જશે. આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)