સૌકોઇ ઇચ્છે છે કે તેના ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ અને શાંતિ જળવાઇ રહે અને તેના માટે તે દિવસ-રાત મહેનત પણ કરે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોમાંથી એક છે ઘરમાં મની પ્લાન્ટ રાખવો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં મની પ્લાન્ટ રાખવો ખૂબ જ શુભ હોય છે. તમે ઘણા લોકોના ઘરોમાં અને દુકાનોમાં પણ મની પ્લાન્ટ રાખેલો જોયો હશે. માનવામાં આવે છે કે મની પ્લાન્ટ વાવવાથી સંપન્નતા આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરમાં કે દુકાનમાં મની પ્લાન્ટ લગાવતા પહેલા તેની સાથે જોડાયેલા કેટલાંક નિયમો જાણી લેવા ખૂબ જ જરૂરી હોય છે. ચાલો જાણીએ મની પ્લાન્ટ સાથે સંબંધિત કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો વિશે.
મની પ્લાન્ટનું મહત્ત્વ
વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને કુબેર અને બુધ ગ્રહ સાથે જોડવામાં આવ્યો છે. વાસ્તુ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે, મની પ્લાન્ટને ઘરમાં રાખવાથી આર્થિક તંગી જેવી સ્થિતિ ક્યારેય પેદા નહીં થાય અને ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે. સાથે જ ધનની કમી પણ દૂર થાય છે.
મની પ્લાન્ટમાં નાંખો મા લક્ષ્મીને પસંદ આવતી આ વસ્તુ
આમ તો મની પ્લાન્ટમાં દરરોજ પાણી નાંખવું જોઇએ, પરંતુ શુક્રવારના દિવસે તમે મની પ્લાન્ટમાં દૂધ નાંખી શકો છો. મા લક્ષ્મીને દૂધ અતિ પ્રિય છે. તેવામાં શુક્રવારના દિવસે લક્ષ્મી પૂજા કર્યા બાદ મની પ્લાન્ટમાં દૂધ ચડાવવું જોઇએ. માન્યતા અનુસાર, આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
મની પ્લાન્ટ લગાવવાની સાચી જગ્યા
વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી છે. મની પ્લાન્ટ લગાવવા માટે પણ વાસ્તુ શાસ્ત્રમાં દિશાની જાણકારી આપવામાં આવી છે. વાસ્તુ અનુસાર, મની પ્લાન્ટને હંમેશા પોતાના ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં વાવવો જોઇએ. ઘરની દક્ષિણ પૂર્વ દિશાને અગ્નિ કોણ માનવામાં આવે છે અને આ દિશામાં મની પ્લાન્ટ લગાવવો ખૂબ જ શુભ હોય છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મની પ્લાન્ટને ઘરની બહાર ન લગાવવો જોઇએ. મની પ્લાન્ટને કુબેર દેવ સાથે જોડવામાં આવે છે. એવી માન્યતા છે કે મની પ્લાન્ટમાં કુબેરનો વાસ હોય છે. તેવામાં તેને ઘરની બહાર રાખવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. તેથી તેને હંમેશા ઘરની અંદર રાખવો જોઇએ અથવા તો એવી જગ્યાએ મૂકો જ્યાં તમારા ઘરનો વરંડો બનેલો હોય.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)