ઘણા લોકો આખો દિવસ ગમે તે ખાતા હોય તો પણ તેમના પાચન પર અસર થતી નથી, પણ રાત્રે જમ્યા પછી પેટમાં આફરો આવી જાય છે. ખરાબ ડાયટ અને અયોગ્ય લાઈફસ્ટાઈલને કારણે રાત્રે પેટમાં ગેસ બનવા લાગે છે. મોટાભાગના લોકો સૂવાના દોઢ કલાક પહેલા જમે છે અને જમ્યા પછી તરત જ સૂઈ જાય છે.
જમ્યા પછી તરત સૂઈ જવાને કારણે પાચન પર અસર થાય છે. રાત્રે મેટાબોલિઝમ ઓછુ થાય છે, જેથી ભોજન ભારે હોય તો પાચન થવામાં મુશ્કેલી થાય છે. પેટમાં ગેસ થવાને કારણે વારંવાર ઓડકાર આવે છે અને પેટમાં દુખાવો તથા બળતરા થાય છે. પેટમાં ગાંઠ થઈ હોય તેવું લાગે છે. જેના કારણે પેટમાં પ્રેશર લાગે છે અને સોજો આવ્યો હોય તેવું લાગે છે. નિષ્ણાંતો અનુસાર કેટલાક ઘરગથ્થુ ઉપાય અપનાવીને પેટ ફૂલવાની સમસ્યાથી રાહત મળે છે.
ધાણા અને મિશ્રીનું સેવન
ગેસ અને અપચા માટે ધાણાને કારગર ઉપાય માનવામાં આવે છે. પેટ ફૂલવાની સમસ્યાથી રાહત મેળવવા માટે ધાણા અને મિશ્રીનું સેવન કરવું. બે ભાગની મિશ્રી અને એક ભાગ ધાણા લઈને મિક્સ કરો અને પીસીને તેનો પાઉડર બનાવી લો. સવાર સાંજ આ પાઉડરનું સેવન કરવાથી પાચન સારુ રહે છે. ખાટા ઓડકાર, પેટની બળતરા, એસિડિટી અને કબજિયાતથી રાહત મળે છે.
ઈસબગુલ
પાચન ખરાબ રહેતુ હોય અને કબજિયાતની સમસ્યા હોય તો રાત્રે સૂવો તેની 20 મિનિટ પહેલા ઈસબગુલનું સેવન કરવું. જેથી કબજિયાત અને પાચન સંબંધિત સમસ્યાથી રાહચ મળે છે.
અજમો અને મરીનું સેવન કરવું
પેટ ફૂલવાની સમસ્યા, ગેસ અને એસિડિટીની સમસ્યા હોય તો અજમો અને મરીનું સેવન કરવું. જેથી પેટમાં ગેસ થતો નથી. એક ચમચી અજમો લો અને તવા પર સેકી લો. તેમાં એક ચમચી મરી મિશ્ર કરીને તેનું સેવન કરવું.
લીંબુ પાણીનું સેવન કરવું
રાત્રે જમ્યા પછી પેટ ફૂલવાની સમસ્યા અને આફરો બનવા લાગે તો જમ્યા પહેલા એક ગ્લાસ લીંબુ પાણીનું સેવન કરવું. લીંબુ પાણીને પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. જેથી પાચનતંત્ર યોગ્ય પ્રકારે કામ કરે છે અને પીએચ લેવલ જળવાઈ રહે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)