વાસ્તુશાસ્ત્ર અનુસાર, આપણા ઘરમાં રહેલી દરેક વસ્તુ આપણા જીવન અને ઘર સંસાર પર સકારાત્મક કે નકારાત્મક અસરો ઊભી કરે છે. તેથી જ ઘરમાં દરેક વસ્તુનું સ્થાન, દિશા અને તેની અસર ખૂબ જ મહત્વના છે. રસોડાને ઘરનો સૌથી મહત્વનો ભાગ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, રસોડામાં થયેલી ભૂલો ઘરની સુખ-સમૃદ્ધિ પર અસર કરે છે. જો તેનું ખાસ ધ્યાન રાખવામાં ન આવે તો ઘરની શાંતિ ડહોળાઇ શકે છે.
વાસ્તુ અનુસાર જો ઘરના રસોડામાં કેટલીક શુભ વસ્તુઓ રાખવામાં આવે તો તેની અસર સકારાત્મક ઉર્જાનાં રૂપમાં જોવા મળે છે. તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ શુભ વસ્તુઓ રસોડામાં રાખી શકાય અને તેના શું ફાયદા થાય છે.
કિચન માટે ખૂબ જ શુભ છે આ વસ્તુ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, હળદરને રસોડા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હળદરનું ધાર્મિક મહત્વ ખબૂ છે. જેનો ઉપયોગ પૂજા વિધિની સાથે શુભ કાર્યોમાં થાય છે. તેથી હળદર હંમેશા રસોડામાં રાખવી જોઈએ.
હળદર રાખવાના ફાયદા
આપને જણાવી દઈએ કે, જો રસોડામાં હળદર રાખવામાં આવે તો ઘરમાં પૈસા આવવાના બધા દરવાજા આપોઆપ ખુલવા લાગે છે. આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રમાં રસોડામાં હળદર રાખવાની સલાહ આપવામાં આવી છે.
રસોડા માટે શુભ છે આ વાસણ
પિત્તળ અને તાંબાના વાસણોનો ઉપયોગ ઘરના રસોડામાં આજથી જ નહીં પરંતુ સદીઓથી કરવામાં આવે છે. રસોઈથી લઈને ખાવા સુધી તેની સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં પિત્તળ અને તાંબાના વાસણો રસોડાની પશ્ચિમ દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે.
રસોડામાં યોગ્ય જગ્યાએ રાખો આ વસ્તુઓ
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ઈલેક્ટ્રીકલ ઉપકરણો દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખવા જોઈએ. તેનાથી વાસ્તુ દોષો દૂર થાય છે.
રસોડા માટે અતિ શુભ છે આ છોડ
વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ ઘરના રસોડા માટે શુભ હોય છે, તેવી જ રીતે અમુક છોડ પણ રસોડા માટે શુભ હોય છે. જેમ કે એલોવેરા અને તુલસીનો છોડ. આ બંને છોડ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)