શનિદેવની પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ અને કષ્ટ દૂર થાય છે. હિંદુ ધર્મમાં, અઠવાડિયાના સાત દિવસ દેવી-દેવતાઓને સમર્પિત છે. શનિવારે શનિદેવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. કોઇ પણ વ્યક્તિ જે પણ કાર્ય કરે છે, શનિદેવ તેને તે જ ફળ આપે છે. શનિવારના દિવસે વિધિ પ્રમાણે શનિદેવની પૂજા કરવાથી તેમના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે.
શનિવારે કેટલાક ઉપાય કરવાથી તમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. કેટલાક મંત્રોના જાપ કરવાથી તમે શનિદેવની કૃપા મેળવી શકો છો અને ઘણી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો. આવો જાણીએ આ મંત્રો વિશે.
શનિદેવના ચમત્કારી મંત્રો
1. ૐ શં શનિશ્ચરાય નમઃ
શનિવારે સ્નાન કરીને મંદિરમાં જઈને તેલનું દાન કરો. આ પછી ખાસ કરીને આ મંત્રનો જાપ કરો. આ સાથે શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.
2. ક્ષમા માટે શનિ મંત્ર
अपराधसहस्त्राणि क्रियन्तेहर्निशं मया।
दासोयमिति मां मत्वा क्षमस्व परमेश्वर।।
गतं पापं गतं दु: खं गतं दारिद्रय मेव च।
आगता: सुख-संपत्ति पुण्योहं तव दर्शनात्।।
3. સાડેસતીના પ્રભાવથી બચવા માટે શનિ મંત્ર
ऊँ त्रयम्बकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम ।
उर्वारुक मिव बन्धनान मृत्योर्मुक्षीय मा मृतात ।
ॐ शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये।शंयोरभिश्रवन्तु नः। ऊँ शं शनैश्चराय नमः।
ऊँ नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम्।छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्।
4. શનિ આરોગ્ય મંત્ર
ध्वजिनी धामिनी चैव कंकाली कलहप्रिहा।
कंकटी कलही चाउथ तुरंगी महिषी अजा।।
शनैर्नामानि पत्नीनामेतानि संजपन् पुमान्।
दुःखानि नाश्येन्नित्यं सौभाग्यमेधते सुखमं।।
5. શનિ ગાયત્રી મંત્ર
ओम भगभवाय विद्महैं मृत्युरुपाय धीमहि तन्नो शनिः प्रचोद्यात्
6. શનિ દોષ નિવારણ મંત્ર
ओम त्रयम्बकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम।
उर्वारुक मिव बन्धनान मृत्योर्मुक्षीय मा मृतात।।
ओम शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शंयोरभिश्रवन्तु नः।
ओम शं शनैश्चराय नमः।।
7. શનિ આહ્વાન મંત્ર
नीलाम्बरः शूलधरः किरीटी गृध्रस्थित स्त्रस्करो धनुष्टमान् |
चतुर्भुजः सूर्य सुतः प्रशान्तः सदास्तु मह्यां वरदोल्पगामी ||
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)