fbpx
Friday, October 25, 2024

સંકષ્ટી ચતુર્થીએ આ એક મંત્રનો જાપ કરવાથી 15 દિવસમાં પૂર્ણ થાય છે મનોકામના

ભારતને તહેવારોનો દેશ કહેવામાં આવે છે. અહીં એક પછી એક તહેવારો આવતા રહે છે, તેમાંથી એક છે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થી. જેને સંકટ ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે માતાઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વ્રત રાખે છે. આ સાથે જ સંકટ ચોથના દિવસે બાપ્પાની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. 

એવામાં જો આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો બાળકનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને શ્રી ગણેશ તેને લાંબા આયુષ્યનું આશીર્વાદ આપે છે. તો આવો જાણીએ સંકટ ચોથના દિવસે કયા ઉપાય કરવા જોઈએ.

આ વખતે સંકષ્ટી ચતુર્થીનું વ્રત 29 જાન્યુઆરી સોમવારના રોજ રાખવામાં આવશે. આ દિવસે ભગવાન ગણેશ અને સાકત માતાની પૂજા કરવામાં આવે છે. સકટ ચોથને સંકષ્ટી ચતુર્થી, વક્રતુંડી ચતુર્થી, માહી ચોથ અને તિલ કુટા ચોથ પણ કહેવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે તમામ માતાઓ તેમના બાળકો માટે વ્રત રાખે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરે છે.

સંકષ્ટી ચતુર્થી 2024 શુભ સમય
આ દિવસે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 29 જાન્યુઆરી, સોમવારના રોજ સવારે 6:10 થી શરૂ થશે અને 30 જાન્યુઆરીએ સવારે 8:54 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર સંકષ્ટી ચતુર્થી 29 જાન્યુઆરીએ જ ઉજવવામાં આવશે. તેમજ આ દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે 9.10 કલાકનો રહેશે.

આ સંકષ્ટી ચતુર્થી જીવનની સમસ્યાઓથી મુક્તિ મેળવવાનો પણ શ્રેષ્ઠ દિવસ છે. જો તમારી કુંડલીમાં રાહુ કે કેતુ સંબંધિત દોષ હોય અથવા તો કામોમાં બધા આવતી હોય તો સંકટ ચોથના દિવસે આ ખાસ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ કરવાથી ગ્રહ દોષ શાંત થાય છે.

મંત્ર:

ગણપૂજ્યો વક્રતુંડ એકદંષ્ટ્રી ત્રિકદંષ્ટ્રી ત્રિયમ્બક: 
નીકગ્રીવો લમ્બોદરો વિકટો વિઘ્રરાજક:
ધૂમ્રવર્ણો ભાલચંદ્રો દશમસ્તુ વિનાયક:
ગણપર્તિહસ્તિમુખો દ્વાદશારે યજેદ્બણમ્

જો કોઈ વ્યક્તિના લગ્નમાં બાધા આવતી હોય તો આ દિવસે ભગવાન ગણેશને ગોળના 21 લાડુ અને દુર્વા અર્પણ કરવા. આમ કરવાથી લગ્નના યોગ જલ્દી બને છે.

જો તમે આર્થિક તંગીથી પરેશાન હોય અથવા તો કરજનો બોજ તમારા ઉપર વધારે હોય તો વિભુવન સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરી તેમને લાડુ અથવા તો મોદક અર્પણ કરો સાથે જ આ મંત્ર ‘લક્ષાધીશ પ્રિયાય નમ:’ નો 108 વખત જાપ કરો. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles