પર્યાવરણ માટે ઝાડ કેટલા મહત્વના છે તે સૌ કોઈ જાણે છે. હિન્દુ ધર્મમાં પણ કેટલાક છોડ અને ઝાડને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આ છોડને ઝાડ ઘરમાં સકારાત્મક ઊર્જાનો વધારો કરે છે સાથે જ ઘણી બધી બીમારી પણ દૂર થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે લોકો તુલસીનો છોડ મની પ્લાન્ટ ઘરમાં રાખે છે. પરંતુ શું તમને એવા ઝાડ વિશે ખબર છે જેને ઘરમાં લગાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થાયીવાસ કરે છે ? હિન્દુ ધર્મ અનુસાર જે ઘરના આંગણામાં આ ઝાડ હોય છે ત્યાં પરિવારમાં સુખ શાંતિ રહે છે અને ઘરમાં દિવસે ને દિવસે સમૃદ્ધિ વધે છે.
દાડમનું ઝાડ
આ ઝાડ છે દાડમનું. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દાડમનું ઝાડ લગાડવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે. કહેવાય છે કે જે ઘરમાં દાડમનું ઝાડ હોય છે ત્યાં કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યા આવતી નથી. સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. આ ઝાડ લગાડવાથી ગ્રહ દોષ અને વાસ્તુ દોષથી પણ મુક્તિ મળે છે.
કઈ દિશામાં લગાડવું દાડમનું ઝાડ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સામે દાડમનું ઝાડ વાવવું શુભ ગણાય છે. પરંતુ ઘરના મુખ્ય દરવાજાની સામે એટલે કે વચ્ચોવચ આ ઝાડ ન લગાડવું. જો આ રીતે તમે ઝાડ લગાડો છો તો ધન સંબંધિત સમસ્યા વધવા લાગે છે.
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દાડમનું ઝાડ ઘરના મુખ્ય દરવાજાની જમણી તરફ લગાડવું જોઈએ. તેનાથી ઘર પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને ઘરમાં ધન વૈભવની ખામી સર્જાતી નથી.
દાડમનું ઝાડ દક્ષિણ દિશામાં રાખવું નહીં. આ દિશામાં દાડમનું ઝાડ લગાડવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે અને પરિવારના સભ્યો વચ્ચે પણ અશાંતિ વધે છે. આવા ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)