ક્રમ સંવતના ચોથા મહિના તરીકે જાણીતા માઘ અથવા માહ માસમાં કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે બાળકોની અને પતિની લાંબી ઉંમર માટે મહિલાઓ નિર્જલા વ્રત રાખે છે. આ દિવસ ગણેશજીને સમર્પિત આ દિવસે સંકટહર્તા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, સંકટ ચોથનું વ્રત રાખવાથી તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
આ ઉપરાંત, જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ગુજરાતી પંચાગ મુજબ આ વખતનું સંકટચોથનું વ્રત 29મી જાન્યુઆરીના રોજ રાખવામાં આવશે, આ દિવસે સોમવારે છે. આ દિવસે મહિલા રાત્રે ચંદ્રને અર્ઘ્ય આપે છે અને બાળકો માટે પ્રાર્થના કરે છે.
આ દિવસે છે સંકટચોથ, આ રહ્યો ચંદ્રોદયનો સમય
સંકટચોથનો દિવસ 29 જાન્યુઆરી 2024ના રોજ આવવાનો છે. આ દિવસે સોમવાર છે.આ દિવસે રાત્રિના 08:38 વાગ્યે ચંદ્રનો ઉદય થશે, ત્યાર બાદ ચંદ્રમાને અર્ઘ્ય અર્પિત કરીને ગણેશજીની પૂજા કરવામાં આવે છે.
આ માટે કરો સંકટચોથનું વ્રત
આ વર્ષે 29 જાન્યુઆરી 2024 અને સોમવારના રોજ સંકટ વ્રત ઉજવવામાં આવશે. આ વ્રતને ગણેશ વ્રત પણ કહેવામાં આવે છે. માહ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તારીખે આવતા સંકટચોથનું વ્રત અથવા ગણેશચતુર્થીનું વ્રત પણ કહેવામાં આવે છે. આ દિવસે ભક્તો ચંદ્રોદય થાય, ત્યારબાદ ચંદ્રમાને અર્ઘ્ય અર્પિત કરીને તુલસીજી અને ગણેશજીની પૂજા કરે છે. પતિ અને બાળકોના દીર્ધાયુષ્ય અને તંદુરસ્ત જીવન માટે આશીર્વાદ લે છે. પાન, સોપારી, ફૂલ, દૂર્વા, ગાયનું દૂધ અર્ઘ્ય ચંદ્રને ચઢાવવામાં આવે છે.
પૂજા સામગ્રીનો કરો ઉપયોગ
સંકટચોથની પૂજામાં લાકડાનું બાજટ, પીળું કપડું, યજ્ઞોપવિત, ગંગાજળ, ગણપતિની મૂર્તિ, ફૂલો, દૂર્વા, રોલી એટલે કે ચૂનો અને હળદરથી બનેલું મિશ્રણ, કુમકુમ, મૌલી એટલે કે રક્ષા સૂત્ર, ગાયનું દૂધ, ઘી, અગરબત્તી-દીવો, હળદર, અક્ષત, તલના લાડુ, મોસમી ફળ ઉપવાસની કથાઓ વગેરેના પુસ્તકની જરૂર પડે છે. આ સાથે પાનનું પત્તું, સોપારી, લવિંગ, ઇલાયચી, ફૂલ દૂર્વાનો ઉપયોગ કરવામાં આવે છે, જેની 7 વાર પરીક્રમા કરવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)