એક વખત સ્કૂટર પર જતી વખતે કૂતરાને બચાવવા જતા
મેં નિયંત્રણ ગુમાવ્યું અને રોડની બાજુના ખાડામાં સ્કુટર ઉતરી ગયું.
થોડી મુશ્કેલી સાથે, જેમ તેમ હું ખાડામાંથી બહાર નીકળ્યો,
ત્યાં એક સુંદર મહિલાએ તેની કારને ઉભી રાખી અને પૂછ્યું,
“કાંઇ થયું તો નથી ને ?”
“ના… ના…” મેં જવાબ આપ્યો.
તેણીએ કહ્યું, ” મારું ઘર નજીક જ છે. ચાલો, કપડા સાફ કરી લો.
થોડો આરામ કરી લો.
તમને વધારે વાગ્યું છે કે નહીં એ આપણે જોઈ લઇએ…!”
મેં જવાબ આપ્યો, “તમારો ખૂબ ખૂબ આભાર પણ મારી પત્ની નારાજ થશે…!”
“એવું ટેન્શન ના લો, ચાલો, હું ડૉક્ટર છું,” તેણીએ આગ્રહ કર્યો.
“મારે જોવું છે કે તમને કોઈ ફ્રેકચર છે કે નહીં.”
તે ખરેખર ખૂબ જ સુંદર અને સારા સ્વભાવની હતી.
હું ના કહી શક્યો નહીં, મેં કહ્યું કે ઠીક છે,
હું આવું પણ મને ખાતરી છે કે મારી પત્ની નારાજ થશે.”
અમે તેના ઘરે આવ્યા અને કપડાં, હાથપગ સફાઈ કર્યા પછી,
તેણીએ મારી તપાસ કરી કે મને કોઈ મોટી ઈજા નથી.
મને ઠંડુ પણ પીવડાવ્યું.
પછી મેં કહ્યું, “હવે મને ઘણું સારું થઈ ગયું છે,
પણ મારી પત્ની ખરેખર નારાજ થઈ રહી હશે, હવે હું જાઉં..?”
તેણી એ સ્મિત સાથે કહ્યું, “રોકાઇ જાવ હવે,
તમારી પત્નીને કંઇ ખબર નહીં પડે. એ તો ઘરે બેઠી હશે બરાબર ને…?”
મેં કહ્યું, “ના… ના… કદાચ હજુ એ ખાડામાં જ પડી હશે.”
😅😝😂😜🤣🤪
પતિ : છેલ્લા 27 વર્ષ થી
તું મારી દરેક વાતમાં
ભુલ કાઢે છે.
પત્ની : 27 નહીં 28.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)