ખરાબ આદતો અને સ્ટ્રેસના કારણે ઘણા લોકોને રાત્રે ઊંઘ નથી આવતી. રાત્રે પુરતી ઊંઘ લેવી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. જો પુરતી ઉંઘ ન મળે તો તમારા શરીર અને મગજ પર તેની શું અસર પડે છે અને કોઈ પણ પ્રકારની દવા લીધા વગર શાંતિથી સુવા માટે શું કરવું આવો જાણીએ તેના વિશે.
સુવા અને ઉઠવાનો ફિક્સ ટાઈમ
ક્વોલિટી વાળી ઊંઘ આવે તેના માટે દરરોજ સુવાના અને ઉઠવાના રૂટીનને ફોલો કરો. આ તમારા બોડી ક્લોકને કંટ્રોલ કરે છે જેનાથી સારી ઊંઘ આવે છે.
સુવાના સમયે કમ્ફર્ટેબલ રૂટીન બનાવો
ઊંઘ પહેલાનું કમ્ફર્ટેબલ રૂટીન તમારા શરીરને જણાવશે કે હવે સુવાનો સમય થઈ ગયો છે. તમે એક સારૂ પુસ્તક વાંચી શકો છો ગરમ પાણીથી નહાઈ શકો છો અથવા તો ડીપ બ્રિધિંગ કરી શકો છો. બેડ પર જતા પહેલા ટીવી કે ગેજેટ્સ જેવી કોઈ પણ એક્ટિવિટી બંધ કરી દો.
સ્લીપ ક્વોલિટીને વધારો
તમે જ્યાં સુવો છો તે રાત્રની ઊંઘ માટે અનુકૂળ હોવું જોઈએ. તમારો બેડરૂમ ઠંડો, ડાર્ક અને શાંત હોવો જોઈએ સાથે જ તમારા ગાદલા, તકીયા સોફ્ટ હોવા જોઈએ.
બેડરૂમમાં એક શાંત વાતાવરણ બનાવો
તમારા ગેજેટથી નિકળતી રોશથી તમારી સ્લીપ સાયકલ પ્રભાવિત થઈ શકે છે. સુતા પહેલા ઓછામાં ઓછા એક કલાક પહેલા તેનાથી દૂર રહો. જો જરૂરી હોય તો આઈ ફિલ્ટર કે નાઈટ મોડની સાથે તેના પ્રભાવને ઓછો કરો.
સ્ટ્રેસ અને ચિંતાથી દૂર રહો
ચિંતા સારી ઊંઘની ખૂબ જ મોટી દુશ્મન હોઈ શકે છે. રેગ્યુલર વર્કઆઉટ કરો અથવા તો જરૂર પડવા પર એક્સપર્ટની મદદ લો. એક સારૂ રૂટિન બનાવો જેથી ચિંતા દૂર રહે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)