દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેઓ અને તેમના પરિવારના તમામ સભ્યો હંમેશા સ્વસ્થ અને ખુશ રહે અને આ માટે તેઓ હંમેશા પ્રયત્નો કરે છે, પરંતુ કેટલીકવાર નાની-નાની બાબતોમાં બેદરકારી મોંઘી પડી જાય છે. ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ પરિવારને તણાવ અને ચિંતાથી ભરી દે છે. જો તમે પણ તમારા ઘરના તમામ સભ્યોને સ્વસ્થ રાખવા માંગતા હોવ અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારવો હોય તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવાની સાથે સાથે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગો છો, તો તમારે પલંગના ગાદલા નીચે મહત્વપૂર્ણ કાગળો, પૈસા અથવા અન્ય કોઈપણ વસ્તુઓ ન રાખવી જોઈએ. ઘણા લોકો કાગળો, પ્રિસ્ક્રિપ્શન, દવાઓ, કપડાં, પૈસા વગેરે પથારીની નીચે રાખે છે, જે વાસ્તુ નિયમો અનુસાર સારું નથી.
ઘરમાં ઉખડી ગયેલી પ્લાસ્ટરની દિવાલ
જો ઘરની દિવાલોનું પ્લાસ્ટર પણ ઉખડી ગયું હોય તો તેનાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. જેના કારણે પરિવારના સભ્યોની ગ્રહ સ્થિતિ નબળી પડી જાય છે. શુભ ગ્રહોના પરિણામો પણ પૂર્ણપણે પ્રાપ્ત થતા નથી. ઘરમાં લોકોને સાંધાનો દુખાવો, સંધિવા, કમરનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.
સ્વાસ્થ્ય અને ખુશી માટે કરો આ કામ
જો પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય વારંવાર બગડતું હોય તો ઘરની પૂર્વ દિવાલ પર ભગવાન ગણેશનું ચિત્ર લગાવવું જોઈએ. આ સિવાય ઘરમાં બીમ નીચે બેસવું, સૂવું, વાંચવાથી માનસિક દબાણ વધે છે. ઘરનો ઉત્તર-પૂર્વ ખૂણો સંવેદનશીલ હોય છે, સ્વાસ્થ્ય, સુખ અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે આ ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)