તમે શું કરી રહ્યા છે અને શું નહિ જેની અસર તમારા જીવન પર ખાસ પડે છે. હિન્દુ ધર્મમાં ઘણા શાસ્ત્રો છે જેમાં આ અંગે જણાવવામાં આવ્યું છે. વાત કરીએ વાસ્તુ શાસ્ત્રની તો એમાં ઘર સાથે સબંધિત અને વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલ કામથી સબંધિત ઘણી વસ્તુઓ જણાવવામાં આવ્યું છે. બ્રહ્મ મુહૂર્તથી લઇ સૂર્યોદય અને સૂર્યાસ્ત સુધીના સમયમાં કરવામાં આવતા ઘણા કામની જીવન પર અસર પડે છે.
એની પણ જાણકારી આપવામાં આવી છે. શાસ્ત્રમાં સૂર્યાસ્ત બાદ ઘણા કાર્યો કરવાની મનાઈ છે. એવામાં કરવા વાળા કામથી ઘરમાં કલેશ, પૈસાની તંગી રહે છે. જયારે નિયમોનું પાલન કરવા વાળાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે અને જીવનમાં ધન હાનિનો સામનો કરવો પડતો નથી. તો ચાલો જાણીએ એવા પાંચ કામ અંગે. જેને ભૂલથી પણ સૂર્યાસ્ત બાદ ન કરવા જોઈએ.
સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ
1. સાંજે વાળને કાંસકો ન કરવો જોઈએ. જેના કારણે વાસ્તુ દોષ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે.
2. સાંજે ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ અને ન તો ઘરમાં કોઈ પ્રકારની સફાઈ કરવી જોઈએ. આનાથી માતા લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે. તમારા ઘરે પૈસાની અછત થઇ શકે છે.
3. સૂર્યાસ્ત પછી તરત જ ક્યારેય સૂવું ન જોઈએ. તેનાથી વાસ્તુ દોષ પણ બને છે અને નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે.
4. સાંજે નખ ન કાપવા જોઈએ. આનાથી અનેક પ્રકારના વાસ્તુ દોષો પણ સર્જાય છે અને જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે.
5. હિન્દુ ધર્મ અનુસાર સાંજે વાસણો ન ધોવા જોઈએ, તેનાથી વાસ્તુ દોષ પણ થાય છે અને દેવી લક્ષ્મી પણ નારાજ થાય છે. જેના કારણે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)