જો તમે પણ ડિટોક્સ ડ્રિંકની શોધમાં છો તો તમારી સમસ્યાનો ઉકેલ છે ‘તુલસીનું પાણી’. આયુર્વેદની આ શક્તિશાળી વનસ્પતિના પાણીથી તમે તમારા દિવસની તંદુરસ્ત શરૂઆત કરી શકો છો.
સવારે ખાલી પેટ આ પીણાનું સેવન કરવાથી તમારી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઈ જશે. તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. રાત્રે તુલસીના સાતથી આઠ પાન ધોઈને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. આ પાણીને સવારે ખાલી પેટ પીવો.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
તુલસીમાં ઘણા એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. સવારે ખાલી પેટે તુલસીનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે. તે તમને ઘણા ચેપથી બચાવે છે.
તણાવ દૂર કરશે
તુલસીમાં તાણ વિરોધી અને ચિંતા-વિરોધી ગુણો તેમજ એડેપ્ટોજેન ગુણો છે. આ બધા તમારા તણાવ અને ચિંતાઓને દૂર કરે છે. સવારે ખાલી પેટ તુલસીનું પાણી પીવાથી તમારું મન શાંત રહે છે.
તમારું પાચન સુધારે છે
તુલસીમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણ હોય છે. જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટે તુલસીના પાણીનું સેવન કરવાથી પેટમાં દુ:ખાવો, સોજો, ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. આ ડિટોક્સ ડ્રિંક તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે.
શ્વસનતંત્રને મજબૂત બનાવશે
પ્રદૂષણના કારણે ઘણા લોકોને શ્વાસની તકલીફ થવા લાગે છે. તુલસીનું ડિટોક્સ ડ્રિંક આ સમસ્યાને જડમૂળથી દૂર કરી શકે છે. તુલસીમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણો છે. જે શરદી, ઉધરસ અને ફ્લૂ જેવી શ્વસન સમસ્યાઓની સારવારમાં મદદરૂપ છે. સવારે ખાલી પેટે તુલસીના પાણીનું સેવન કરવાથી શ્વસનતંત્ર અંદરથી સાફ થાય છે અને ઈન્ફેક્શન સામે લડે છે.
ત્વચાને ચમકદાર બનાવશે
બહુ ઓછા લોકો જાણે છે કે તુલસી ત્વચાને ચમકદાર પણ બનાવે છે. તુલસીમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. જેના કારણે તે ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. જો તમે દરરોજ સવારે તુલસીનું પાણી પીશો તો તમારી ત્વચામાં ચમક આવશે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)