એક બંધ દુકાનનાં ઓટલા પર બે વૃધ્ધ વ્યક્તિઓ
કોઈ એક વાત પર એકદમ ખડખડાટ હસી રહ્યા હતા…
એ જોઈ ત્યાંથી પસાર થતા ભણેલા-ગણેલા માણસને
આશ્ચર્ય થયું એટલે એણે પેલા વૃધ્ધોને ખડખડાટ હસવાનું
કારણ પૂછ્યું… તો એક વૃધ્ધ માંડમાંડ હસવું રોકી અને બોલ્યા કે
મારી પાસે આ દેશની બધી સમસ્યાઓનું એક સમાધાન છે,
આખા દેશની પ્રજાને જેલમાં પૂરી દો અને
સાથે એક ગધેડો પણ જેલમાં પૂરો…
પેલા વ્યક્તિએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે
ગધેડાને શા માટે પૂરવાનો???
આ સવાલ સાંભળીને
ફરી બન્ને જોરજોરથી ખડખડાટ હસવા લગ્યા અને
એમાથી એક વૃધ્ધે બીજા વૃધ્ધને કહ્યું કે
“જોયું!!! હું કહેતો હતો ને? હવે તને વિશ્વાસ આવ્યો???
આખા દેશની પ્રજાનું કોઈ નહીં પૂછે…બધા ગધેડાની ચિંતા કરશે…”
😅😝😂😜🤣🤪
આ તો ભગવાન નો આભાર માનો કે
પુરુષો જન્મ થી સુંદર જ હોય છે.
નહિતર…
આ જમાનામાં બે-બે જણા નો
બ્યુટી પાર્લર નો ખર્ચો કેમ પોષાત???
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)