પડોશની નાની છોકરી શેરીઓમાં દોડા દોડી કરીને
રમતી હતી.
મારી નજર એણે કાંડા પર પહેરેલા
“રીસ્ટબૅન્ડ સ્ટેપ કાઉન્ટર” પર પડી.
મેં હસીને પૂછ્યું, ” અરે , તેં કેમ આ બાંધ્યું છે?
તું તો એટલી દોડાદોડી કરે છે કે
તારા તો કલાકમાં પચાસ હજાર ડગલાં થઈ જશે! “
ડાહી દીકરીએ જવાબ આપ્યો, ” આ તો મમ્મીનું છે,
હું રમવા નીકળું એટલે એ મને પહેરાવી દે,
સાંજે પપ્પા આવશે એને બતાવશે કે એ પોતે
આજના કેટલા સ્ટેપ્સ ચાલી !”
“તારી મમ્મી શુ કરે છે?” “એપાણીપુરી ખાવા ગઈ છે,
એક્ટિવા લઈને.” લ્યો… કરો વાત…
😅😝😂😜🤣🤪
પતિ : તેં મારા પાકીટમાં થી પૈસા લીધા છે?
પત્ની : હા
પતિ : સીધા લઈ લેવા કરતા માંગી લેવાય ને.
પત્ની : કાયમ માંગે જ રાખીએ
તો પછી
અમે આત્મનિર્ભર ક્યારે થઈએ..!!???
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)