ગ્રહોનું ગોચર જ્યોતિષ શાસ્ત્રમાં એક સામાન્ય પ્રક્રિયા છે. એક નિશ્ચિત સમયાંતરે ગ્રહોનું દરેક રાશિમાં ગોચર થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને નવગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. આ સમયે મંગળ ગ્રહ ધનુ રાશિમાં બિરાજમાન છે, જે 5 ફેબ્રુઆરી 2024, સોમવારના રોજ રાતે રાશિ પરિવર્તન કરી રહ્યાં છે.
આ દિવસે મંગળ ગ્રહ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. જેની સકારાત્મક અસર રાશિ ચક્રની ચાર રાશિઓ પર જોવા મળશે. તે કઇ ચાર રાશિઓ છે ચાલો જાણીએ…
મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે જાતકોની રાશિ મેષ છે તેના માટે મંગળ ગ્રહનું ગોચર ગુડ ન્યૂઝ લઇને આવી રહ્યું છે. મેષ રાશિના જાતકોની નોકરીમાં પ્રમોશન મળી શકે છે અને વેપારમાં લાભના યોગ બની રહ્યાં છે. અપરણિતો માટે માગા આવી શકે છે, મહેમાન આવવા તમારા માટે શુભ હોઇ શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન સુખદ હોઇ શકે છે. આ દરમિયાન તમને લાઇફ પાર્ટનર તરફથી કોઇ ગિફ્ટ મળી શકે છે. માતા-પિતાનો સહયોગ મળશે. વેપારના મામલે કરવામાં આવેલી યાત્રા તમારા માટે શુભ ફળદાયી હોઇ શકે છે.
તુલા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે જાતકોની રાશિ તુલા છે તેના માટે મંગળ ગ્રહનું ગોચર સારુ માનવામાં આવી રહ્યું છે. તુલા રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. લાઇફ પાર્ટનર સાથે ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યાં છે. તમારા સ્વાસ્થ્યમાં પહેલા કરતાં સુધાર આવશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન રાજકારણમાં માન-સન્માન અપાવનાર માનવામાં આવી રહ્યું છે. ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યાં છે, જે લોકો વેપાર કરે છે તેને ધન લાભ થશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સુધરશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)