આ વર્ષે ફેબ્રુઆરી માસમાં ષટતિલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. ષટતિલા એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે પુરા વિધિ વિધાનથી પ્રભુની ઉપાસના કરવાથી જીવનની બધી સમસ્યાઓ ખતમ થઇ જાય છે. માન્યતા છે કે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી શ્રીહરિના આશીર્વાદ મળે છે સાથે જ સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલા માટે 6 ફેબ્રુઆરીના રોજ ષટતિલા એકાદશી પર રાશિ પ્રમાણે ઉપાય કરો…
ષટતિલા એકાદશી પર રાશિ પ્રમાણે કરો ઉપાય
મેષ રાશિ : મેષ રાશિના લોકોએ શતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ગંગા જળથી અભિષેક કરવો જોઈએ અને તેમને પીળા ચંદનનો લેપ કરવો જોઈએ.
વૃષભ : ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે વૃષભ રાશિના લોકોએ ઓમ નમો નારાયણાય નમઃનો જાપ કરવો જોઈએ.
મિથુન : મિથુન રાશિના લોકોએ ષટતિલા એકાદશી પર ભગવાન વિષ્ણુને ચણાના લોટના લાડુ અર્પણ કરવા જોઈએ.
કર્ક : શ્રી હરિ વિષ્ણુના અપાર આશીર્વાદ મેળવવા માટે કર્ક રાશિના લોકોએ ષટતિલા એકાદશીના દિવસે ભગવાનને પીળા ફૂલ ચઢાવવા જોઈએ.
સિંહ રાશિ : ષટતિલા એકાદશીના દિવસે સિંહ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુને ગોળ અર્પણ કરવો જોઈએ અને પંચામૃતનો અભિષેક પણ કરવો જોઈએ.
કન્યા રાશિ : કન્યા રાશિના લોકોએ ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ મેળવવા માટે પીળું ચંદન ભગવાન વિષ્ણુને ચઢાવવું જોઈએ.
તુલા : ષટતિલા એકાદશીના પવિત્ર તહેવાર પર તુલા રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુને કાચા દૂધ અને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ અને તેમની વિધિવત પૂજા કરવી જોઈએ.
વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના લોકોએ ભગવાન વિષ્ણુને દહીં અને મધનો અભિષેક કરવો જોઈએ અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરવો જોઈએ.
ધનુ : ધન રાશિના જાતકોએ ષટતિલા એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુને પીળા ફૂલ અને વસ્ત્રો અર્પણ કરવા જોઈએ.
મકર : ષટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે મકર રાશિના લોકોએ આ દિવસે શ્રી વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
કુંભ : કુંભ રાશિના લોકોએ ષટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ગોળ અને ચણાની દાળ અને હળદરનો એક ગઠ્ઠો અર્પણ કરવો જોઈએ.
મીન રાશિ : ષટતિલા એકાદશી પર ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે મીન રાશિના લોકોએ ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)