પરણેલી સ્ત્રીઓના સેમિનારમાં પૂછવામાં આવ્યું કે
તમે તમારા પતિને છેલ્લે ‘આઈ લવ યુ’ ક્યારે કહ્યું હતું?
કોઈએ કહ્યું આજે કીધું હતું, કોઈએ કાલે, તો કોઈએ દસ દિવસ,
મહિના પહેલાં કહ્યાનું યાદ કર્યું.
ત્યારે સંચાલકે તમામ સ્ત્રીઓને કહ્યું કે
અત્યારે ને અત્યારે મોબાઈલથી પતિને ‘આઈ લવ યુ’નો મેસેજ મોકલો!
બધાએ ફટાફટ મેસેજ મોકલ્યો.
પણ પછી જે જવાબો આવ્યા એ જોવા જેવા હતા…
‘ડાર્લિંગ તારી તબિયત તો બરોબર છે ને?’
‘ઘરમાં પૈસા પુરા થઈ ગયા કે શું?’
‘ક્યાંક પિયર જવાનો વિચાર તો નથી ને?’
‘લાગે છે કે આજે ઘરે રસોઈ બનાવવાનો મૂડ નથી.’
‘એક મિનીટ! આનો મતલબ શું છે?’
‘તું સપનામાં છે? કે પછી હું સપનામાં છું?’
‘શોપિંગમાં કોઈ જ્વેલરી ગમી ગઈ લાગે છે!’
‘ઓફીસમાં આટલું ટેન્શન છે અને તને રોમાન્સ સુઝે છે?’
‘કેટલી વાર કીધું છે કે બહુ સિરિયલો ના જોયા કર.’
‘લે, આજે ફરી ગાડી અથડાવી દીધી કે શું?’
પણ આ બધામાં સૌથી બેસ્ટ મેસેજ હતો : “કોણ?”
😅😝😂😜🤣🤪
ભગવાને પરણેલા માણસો ને
જોરદાર હિમ્મત આપી છે,
જો પત્ની કહે કે ભાડમાં જાવ
તો બિચારો ઓફિસે જતો રહે અને
બોસ કહે કે નરકમાં જા
તો બિચારો ઘરે આવી જાય!!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)