આને ખરો પતિ કહેવાય…
ક્લબમાં બાવન પાનાંની રમત જોરદાર જામી છે
ત્યાં ટેબલ પર પડેલા એક મોબાઈલની રીંગ વાગે છે.
રમતમાં મશગુલ એવો એક અઠંગ ખેલાડી ફોન લેવા માટે સ્પિકર ફોન
ચાલુ કરીને હાથમાં પત્તાં રમાડતાં વાત શરુ કરેછે…
ખેલાડી – “એલાવ…”
સામે છેડે – “વ્હાલા, તું ક્લબમાં છો?”
ખેલાડી – “હા”
સામે છેડે – “હું અહીં મૉલમાં ખરીદી કરવા આવી છું અને
મને જરી ભરતથી ભરેલી સાડી ગમી ગઈ છે, રૂ. ૫,૦૦૦ કહે છે લઈ લઉં?”
ખેલાડી – “લઈ લે ને, વહાલી, એમાં પુછવાનું હોય કાંઈ?”
સામે છેડે – “ઝવેરીનો ફોન આવ્યો તો,
તેની પાસે નવી ડિઝાઈનના ડાયમંડસેટ આવ્યા છે, પસંદ પડે તો એકાદ લઈ લઉં?”
ખેલાડી -”શું રેંજમાં છે?”
સામે છેડે – “લાખ સવા લાખ સુધી થઈ જશે…”
ખેલાડી – “તારી ખુશી માટે સવા લાખ મંજુર છે..”
સામે છેડે – “ગાડીની ડિસ્કાઉન્ટ ઓફરનો આજે છેલ્લો દિવસ છે મારા માટે…”
ખેલાડી – ‘વ્હાલી આજે હું બહુ ખુશ છું, તેને જોઇતો મોડલ આજે જ નોંધાવી દેજે,
કિંમતની ચિંતા ન કરતી”
સામે છેડે – સારું, રાતે વહેલા ઘરે આવજો, આઈ લવ યુ.”
ખેલાડી – “આઈ લવ યુ ટુ!”
ફોન મૂકાઈ ગયો,
બધા ખેલાડી રમત છોડી તેની સામે જોઈ રહ્યા હતા અને
વિચારતા હતા કે વાહ ! આને ખરો પતિકહેવાય..!!
ત્યાં તેણે સ્મિત સાથે બધાને પૂછ્યું – “આ કોનો મોબાઈલ છે?”
😅😝😂😜🤣🤪
શેરીમાં એક બેન,
રાડો પાડતા પાડતા તેના 10 વરસના
છોકરા પાછળ બોલતા બોલતા નીકળ્યા…
“સુધરી જા…
નહીં તો તારા બાપ જેવી દશા થશે તારી”
છોકરો : “કોઇ દી નો થાય…
હું લગ્ન જ નહીં કરું…”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)