fbpx
Tuesday, January 21, 2025

દેવાધિદેવ મહાદેવને પારિજાતના ફૂલો ખૂબ પ્રિય છે, એક ફૂલ ચડાવવા માત્રથી થઈ જાય છે પ્રસન્ન

દેવાધિદેવ મહાદેવને પારિજાત (હરસિંગાર) ફૂલો ખૂબ પ્રિય છે. તેનું એક ફૂલ ચડાવવા માત્રથી મહાદેવ પ્રસન્ન થઈ જાય છે અને તેને અર્પણ કરનારની ઈચ્છા પૂરી કરે છે. તેના પાન પણ ભોલેનાથને પ્રિય છે.

વાસ્તવમાં તે સમુદ્રમંથનમાં પ્રગટ થયું હતું. આ એકમાત્ર ફૂલ છે, જે નીચે પડ્યા પછી પણ શિવને ચઢાવવામાં આવે છે. માણસે પણ પોતાની જાતને આ પ્રમાણે સમજવી જોઈએ કે તે મહાદેવને કહે કે હું આ ફૂલની જેમ પડ્યો છું, કૃપા કરીને મને પણ પારિજાતની જેમ સ્વીકારો.

મહાભારતની એક ઘટનાનો ઉલ્લેખ છે કે, એકવાર પાંડવો સાથે ચોપાટ રમવાથી બચવા માટે મહાદેવ પાતાળમાં ગયા અને આંખો બંધ કરી દીધી. પરંતુ પોતાની જીદને કારણે પાંડવો તેમની સાથે ચોપાટ રમવા ત્યાં પહોંચ્યા. તેમને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. બ્રહ્મા અને વિષ્ણુએ તેમને જગાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નિષ્ફળ ગયા. આ પછી અપ્સરાઓને બોલાવવામાં આવી. ઘણા નૃત્ય અને ગીતો થયા, પણ મહાદેવે આંખો ન ખોલી. પછી અપ્સરા ઉર્વશીને બોલાવવામાં આવી. ઉર્વશી જ્ઞાની હતી. આથી તેણે રીઝવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. તેમણે મહાદેવના ચરણોમાં પારિજાતનું ફૂલ અર્પણ કર્યું. ફૂલનો સ્પર્શ થતાં જ દેવાધિદેવે આશ્ચર્યજનક રીતે આંખો ખોલી.

પારિજાતના ફૂલ ખુબ ટુંકા ગાળા માટે ખિલતા હોય છે. તેથી તેને સુકવીને વપરાશમાં લેવામાં આવે છે. ફૂલની નીચેની કેસરી રંગની દાંડી તોડી, તેને સૂકવી અને તેમાંથી પાવડર બનાવો. મહાદેવને તેમનું તિલક કરવું અત્યંત ફળદાયી છે. પ્રદોષ કે મહાશિવની રાત્રે પારિજાતનું ફૂલ અથવા તિલક, તેના પાંચ પાન, બીલિપત્રના પાંચ પાન અને એક લોટો પાણી ચઢાવો, તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.

મહાદેવ આગળ ક્યારેય અભિમાન ન કરો

મહાદેવ દેવોના દેવ છે. તેને આ બિરુદ આમ જ નથી મળ્યું. તેમના સમક્ષ ક્યારેય કોઈએ ગર્વ ન કરવો જોઈએ. પાંડવો ચોપાટની રમતમાં તેમની નિપુણતાની બડાઈ મારતા હતા. શિવે તેમને ટાળવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુ ભીમ અને યુધિષ્ઠિરની જિદ્દથી ચિડાઈને આખરે તેમણે તેમને શ્રાપ આપ્યો કે જે રમતમાં તેઓને તેમની કુશળતા પર આટલું ગર્વ છે, તે રમત તેમના વિનાશનું કારણ બનશે. તેઓ ઘરે-ઘરે ઠોકર ખાશે. પાછળથી એવું જ થયું.

સૌથી પહેલા મહાદેવની બારાત નીકળી હતી

બ્રહ્માંડમાં પ્રથમ લગ્નની બારાત ભગવાન શિવની નિકળી હતી. તેમાં 33 કરોડ દેવી-દેવતાઓએ ભાગ લીધો હતો. એટલું જ નહીં ભૂત અને ડાકણોએ પણ ભાગ લીધો હતો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles