કહેવાય છે કે, જેની સવાર બગડી, તેનો આખો દિવસ બગડ્યો. વાસ્તુશાસ્ત્ર મુજબ, લોકો સવારે ઊઠીને અમુક એવા કાર્યો કરી દે છે કે, જેનાથી તેમના આખા દિવસ ઉપર નકારાત્મક અસર થાય છે. આ કાર્યો કરવાની સીધી અસર તેમના પરિવારની સુખ-સમૃદ્ધિ પર પડે છે. આ કામો કરવાથી લોકોના જીવન ઉપર વિપરિત અસર પડે છે. જો પરિવારની સુખ-સમૃદ્ધિ ગાયબ થઈ જાય, તો પરિવારમાં દરિદ્રતા આવી જાય છે.
સવારે આ વસ્તુઓ ટાળવી જોઈએ
- સવારે ઊઠતાની સાથે જ ક્યારેય માતા-પિતાનું અપમાન ન કરો.
- સવારે ઊઠતાની સાથે ક્યારેય પણ પત્ની, દીકરી અને બહેન પર ગુસ્સો ન કરવો જોઈએ.
- સવારે ઊઠતાની સાથે જ જ્યાં સૂતા હોવ, ત્યાં પથારીને અસ્તવ્યસ્ત ન છોડો.
- ઊઠતાની સાથે જ ક્યારેય કોઈ પણ પ્રકારનો નશો ન કરો.
- સવારે ઊઠતાની સાથે જ પ્રાણીઓને વાસી ખોરાક ક્યારેય ખવડાવવો જોઈએ નહીં.
સવારે ઊઠતાની સાથે આ કામો કરો
- સૌથી પહેલા તો સવારે ઊઠતાની સાથે જ આ મંત્ર તમારા બંને હાથની હથેળીઓને જોતા જ બોલવો જોઈએ. કરાગ્રે વસતે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી. કરમૂલે તુ ગોવિંદ: પ્રભાતે કરદર્શનમ. આ શ્લોક કરવાથી દેવી લક્ષ્મી અને માતા સરસ્વતી બંનેના સંયુક્ત આશીર્વાદ હંમેશા વ્યક્તિ પર રહે છે.
- સવારે ઊઠતાની સાથે જ ભગવાન ગોવિંદનું નામ ઉચ્ચારવાથી વ્યક્તિને સુવર્ણ દાનનું ફળ મળે છે.
- ‘ઓમ વૈષ્ણવે નમ:’ મંત્રનો જાપ કરીને ભગવાન વિષ્ણુને નમન કરવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિને અઢળક લાભ મળે છે.
- પથારીમાંથી પગ નીચે મૂકતા પહેલાં વ્યક્તિએ ધરતી માતાને નમન કરવું જોઈએ.
- આ તમામ કામો ઉપરાંત, સ્નાન કર્યા બાદ વ્યક્તિએ ભગવાન સૂર્યને અર્ધ્ય પણ અર્પણ કરવું જોઈએ. આ કામ કરવાથી વ્યક્તિ ક્યારેય ગરીબ નથી થતો.
- જો તમે જીવનની મુશ્કેલીઓને દૂર કરવા માંગતા હો, તો પૂજા કરતી વખતે તમારે સપ્ત ઋષિઓનું ધ્યાન કરવું જોઈએ અને તેમના નામનો ઉચ્ચાર કરવો જોઈએ.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)