વસંત પંચમીને પ્રેમ, ઉલ્લાસ અને ખુશીનું પર્વ માનવામાં આવે છે. માધ માસની પાંચમ તિથિ પર માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ છે. આ દિવસથી વસંત ઋતુની શરુઆત માનવામાં આવે છે. એટલા માટે વસંત પંચમી કહેવામાં આવે છે. વસંતને ઋતુઓની રાણી છે. આ વખતે વસંત પંચમી14 ફેબ્રુઆરી 2024ના રોજ છે. આ દિવસે પીળા રંગનું વિશેષ મહત્ત્વ છે. આવો તેના વિશે વિસ્તૃતમાં જાણીએ.
પીળા સરસીયા, પીળા વસ્ત્રો, પીળી મિઠાઈ વગેરે જ્યોતિષમાં ગુરુ ગ્રહ સાથે જોડાયેલા છે. જે જ્ઞાન, વિદ્યા, અભ્યાસ, વિદ્ધતા, બૌદ્ધિક વિકાસ વગેરે માટેનું પ્રતિક માનવામાં આવે છે. દેવી સરસ્વતીની કૃપાથી વ્યક્તિ બુદ્ધિમાન, કલામાં પારંગત હોય છે. આ જ કારણ છે કે વસંત પંચમી પર પીળા રંગના કપડાં પહેરવા, પીળા રંગની વસ્તુનું સેવન કરવું, પીળી વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
વસંત પંચમીના દિવસે દૂધમાં હળદર નાખીને દેવી સરસ્વતીનો અભિષેક કરો. સુખી દામ્પત્ય જીવન અને કરિયરની ઉન્નતિ માટે આ ઉપાય ખૂબ ઉપયોગી સાબિત થશે.
અભ્યાસમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન આપતું હોય તો 108 પીળા ગલગોટાના ફૂલથી દેવી સરસ્વતીની પૂજા કરો.
વસંત પંચમીના દિવસે પીળા રંગની મિઠાઈ જેમ કે ચણાના લોટના લાડુ અથવા બરફી જેવી પીળા રંગની મીઠાઈમાં થોડું કેસર ઉમેરી દેવી સરસ્વતીને ભોગ ધરાવો અને તેને 7 છોકરીઓમાં વહેંચી દો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જ્ઞાનની દેવી સરસ્વતીની સાથે લક્ષ્મી માતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
આ દિવસે પીળા રંગની વસ્તુઓ જેમ કે કેળા, કઠોળ, પીળા ફૂલ, પીળા કપડાં, શિક્ષણ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને વાણીમાં નિખાર આવે છે.
આ દિવસે રેવતી અને અશ્વિની નક્ષત્રની સાથે શુભ યોગ પણ બની રહ્યા છે. આ સાથે સાથે મેષ રાશિમાં ચંદ્ર અને ગુરુના સંયોગથી ગજકેસરી યોગ બની રહ્યો છે અને મકર રાશિમાં મંગળ અને શુક્રના સંયોગથી ધનશક્તિ રાજયોગ, શુક્ર અને બુધના સંયોગથી લક્ષ્મી નારાયણ રાજયોગ બની રહ્યો છે તથા મંગળ ઉચ્ચ રાશિમાં એટલે કે મકર રાશિમાં જવાને કારણે રૂચક યોગ રચાઈ રહ્યો છે. આ રૂચક યોગને પંચમહાપુરુષ યોગોમાંનો એક ગણવામાં આવે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)