ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ એક રાશિમાં લગભગ 45 દિવસ સુધી રહે છે. સાહસ અને પરાક્રમના કારક ગ્રહ ગણાતા મંગળ રાશિ પરિવર્તન કરે ત્યારે દરેક રાશિના જીવન પર કોઈને કોઈ પ્રભાવ પડતો હોય છે. હાલ મંગળ મકર રાશિમાં છે. 15 માર્ચના રોજ મંગળ સાંજે 6.22 મિનિટ પર કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં પહેલેથી જ શનિ ગ્રહ બિરાજમાન છે. આવામાં શનિ અને મંગળની યુતિ થઈ રહી છે. મંગળની જ્યારે કોઈ પાપી કે ક્રુર ગ્રહ સાથે યુતિ થાય તો કેટલીક રાશિઓને લાભ તો કેટલાકે પીડા સહન કરવી પડે છે. જાણો આ યુતિથી કોને લાભ થશે…
મેષ રાશિ
આ રાશિના એકાદશ ભાવમાં મંગળ ગોચર કરશે. આવામાં આ રાશિના જાતકોને લાભ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. ભાઈ બહેનો સાથે સારો સમય વિતશે. પ્રેમના મામલે નવી શરૂઆત થઈ શકે છે. ઘરમાં નવા સભ્યનું આગમન થઈ શકે છે. લાંબા પ્રવાસની મુસાફરી કરવાના ચાન્સ છે. ઉચ્ચ શિક્ષણની ઘણી તકો મળી શકે છે. સંતાન તરફ થોડા સજાગ રહેવાની જરૂર છે. નોકરીમાં નવી તકો મળી શકે છે.
સિંહ રાશિ
આ રાશિમાં મંગળ સપ્તમ ભાવમાં પ્રવેશ કરશે. આવામાં આ રાશિના જાતકોને અનુકૂળ પ્રભાવ પડી શકે છે. વિવાહ વગેરે મંગળ કાર્યોમાં સામેલ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વિતશે. નોકરીયાતોને તેમની મહેનત અને લગનનું ફળ હવે મળશે. કાનૂની મામલાઓમાં પણ સફળતા મળી શકે છે. બિઝનેસની વાત કરીએ તો ભાગીદારીમાં કરાયેલા વેપારમાં લાભ થઈ શકે છે. પરંતુ સ્વાસ્થ્ય અંગે થોડા સજાગ રહેવાની જરૂર છે.
કુંભ રાશિ
આ રાશિમાં મંગળ લગ્નભાવમાં બિરાજમાન રહેશે. આવામાં આ રાશિના જાતકો કોઈ નવું કામ શરૂ કરી શકે છે. પરંતુ થોડા સંભાળીને રહેવાની જરૂર છે. આ સાથે જ વેપાર અને કાર્યક્ષેત્રમાં નવા ફેરફાર જોવા મળી શકે છે. પિતાનો પૂરો સહયોગ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. આ સાથે જ વાહન અને ઘર ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. નવા ઘરનું નિર્માણ કાર્ય શરૂ થઈ શકે છે. લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)